________________
[ ૮૬ ]
શ્રી કપૂરવિજયજી સદગુરુદ્વારા અવિનમ્રતાપૂર્વક શ્રી આત આગમનું રહસ્ય જાણી–ધારી તેને પ્રમાદ રહિત સ્વહિતાર્થે જરૂર આદર–ખપ કરે, જેથી સ્વલ્પ કાળમાં મુક્તિ સહજ પ્રાપ્ત થાય.
[ જે. ધ. પ્ર. પુ. ૧૯, પૃ. ૧૨૭]
આત્મહિતશિક્ષા. અહો ! સ્વભાવ–સ્વરૂપ(આત્મ)રમણ જે લાભ-રસસુખભર બીજે કયાંય નથી, એમ અનેક સહજ સમાધિ સંપન્ન સુગુણરત્નાકર મુનિસિંહોએ સારી રીતે અનુભવી પ્રકાશ્ય છેપ્રરૂપ્યું છે તે તે સુખના કામી-અથી જીએ અવશ્ય સાંભળી, વાંચી, વિચારી અમલમાં મૂક્યા-ખાસ અનુભવવા યોગ્ય છે.
બહિરાત્મભાવ ( સર્વ સંગિક વસ્તુઓને વિષે મમત્વભાવ) તજી અંતરાત્મભાવ–સ્વપર (ગુણદોષ, હિત–અહિતના સભ્ય વિચારરૂપ) વિવેક ધારી, વિભાવ (આત્મવ્યતિરિક્ત વસ્તુમાં મનાતું પિતાપણું) વારી, સ્વભાવ (આત્મ દ્રવ્ય ગુણ–વસ્તુ તત્ત્વ) પામવા-ધારવા, પરમાત્મા( સર્વગુણસંપન્ન અનંત જ્ઞાનાદિ ગુણશાળી)ના સ્વરૂપમાં લીન થવા અનંત શક્તિ સહિત શ્રી પરમાત્મા-આસમુખ્યની આજ્ઞા મુજબ ચાલવા ખપ કરો આવા અથી જીવને ખાસ જરૂર છે. આ મહાભારત કામ પ્રમાદશીલ છથી બની શકે તેવું નહિ હોવાથી તે સાધવા અપ્રમત્તતા ધારવી તે ખાસ જરૂરની છે.
પરમ ઉપકારી શ્રી વીતરાગવચનાનુસારીપણું–પરમ આસવચનનું અખંડ આરાધન, પ્રાણત્યાગે પણ તેનું અખંડપણે