________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૮૫ ] સદ્ગુરુદ્વારા નિર્ધારી તેને યથાયોગ્ય જવા ઉદ્યમવંત થા. આત્મશુદ્ધિને અનુકૂળ ઉદ્યમને સેવે તે નિશ્ચયે અલ્પ સમયમાં પિતાનો આત્મા શુદ્ધ–સ્ફટિક જે નિર્મળ થઈ રહે તે વાત નિ:સંદેહ છે, કેમકે આત્માને મૂળ સ્વભાવ સ્ફટિક રત્ન જે નિર્મળ છે પણ પુણ્ય પાપજન્ય રાગદ્વેષરૂપ ઉપાધિથી જ જેમ રાતા, પીળા, લીલા, કાળા વર્ષોથી સ્ફટિક જુદું જ ભાસે છે તેમ આ આત્મા સ્ફટિક સદશ છતાં વિપરીત ભાસે છે. જેમાં તે સ્ફટિક પરના આવરણે યત્નથી દૂર કર્યો છતે શુદ્ધનિર્મળ સ્ફટિક ભાસે છે તેમ અહીં પણ કર્મજન્ય ઉપાધિ દૂર કર્યો છતે આત્મા પણ સિદ્ધાત્મા જેવો જ નિર્મળ થઈ રહે છે.
શુદ્ધ આત્માના ખપી ભવ્યએ ફક્ત તદનુકૂળ ઉદ્યમ જ કરે જોઈએ. કહ્યું છે કે ચમેન દિ સ્થિતિ વાળ ન મનોઃા ઉદ્યમવડે કરીને જ કાર્યો ( ગમે તેવાં કઠીન હોય તો પણ) સિદ્ધ થાય છે, પણ મને રથ માત્રથી નહિં. તે ઉદ્યમ અહીં શ્રી જિનશાસનને વિષે જ્ઞાનક્રિયા ઉભયાત્મક જ દર્શાવ્યું છે, તેમાં પણ જ્ઞાનની જ પ્રધાનતા છે. કહ્યું છે કે પઢમં નાળું તો રથા” “ પહેલું જ્ઞાન અને પછી દયા ” “પહેલું જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાતે દાખ્યું.” અર્થાત જ્ઞાન વિના દયાનું સ્વરૂપ જાણે શી રીતે ? દયાનું સ્વરૂપ યથાર્થ જાણીને તેને આદરે તે સ્વ૯૫ કાળમાં જ સ્વઈષ્ટ સાધી શકે છે. સ્વદયાને અવિરોધ પરદયા કરવી પણ કદાગ્રહી ઢંઢકાદિકની પેઠે કેવળ આપમતે કરવી નહિ.
ઈત્યાદિ સ્વરૂપ શ્રી ગુરુદ્વારા જ પ્રાય: આમ આગમોથી જાણી શકાય છે, માટે સ્વહિતાભિલાષી દરેક ભવ્ય પ્રાણીએ શ્રી