________________
[ ૮૪ ]
શ્રી કપૂરવિજયજી આમ છતાં અનિર્વા, અનંત અને અનુપમ એવા તે શાશ્વત સુખથી પરાક્ષુખ અને મધુબિંદુ તુલ્ય ક્ષણિક સુખ
સ્વાદમાં જ મગ્ન રહેવું તે શું ઓછું હાંસીકારક છે? આમ જ દુઃખને વિષે સુખની ભ્રાંતિથી અનંત કાળ હે મુગ્ધ આત્મન ! તે ગુમાવ્ય-તું રઝળે, તો હવે ભવ્યાત્મન ! મહામેહનિદ્રામાંથી જાગૃત થા ! જાગૃત થા ! તારી અનાદિની ભૂલ તપાસ ! તપાસ ! તપાસીને તે સુધાર ! સુધાર ! અને શુદ્ધ નીતિનું સેવન કરી સમાધિસુખને સ્વાદ લે ! આ અવસર ફરી ફરી નહિ આવે, માટે જાગ ! જાગ! મેહની પથારીમાંથી ઊઠ! ઊઠે પ્રમાદી થઈ પડી ન રહે ! નહિ તો ઓચિત કાળના-યમના સપાટામાં આવી જઈશ તે વખતે તારું કંઈ પણ જેર ચાલશે નહિ. તારા સંબંધીઓ પણ ટગમગ જોઈ રહેશે. જેમ નહાર બકરાને ખેંચી જાય છે તેમ તારું પણ થશે, માટે ચેત! ચેત! તારું કર્તવ્ય સંભાળ. તારું સ્વરૂપ નિહાળ. તું જાતે–સ્વરૂપે સિંહ જેવા છતાં શું શિયાળ જેવો પોચે થઈ બેઠે છે. બકરીના ટોળામાં બચપણથી અજ્ઞાનતાથી ભળી ગયેલ વાઘનું બાળક પણ સ્વજાતીય વાઘને દેખી, પિતાનું સ્વરૂપ સંભારી પિતાની પૂર્વ અવસ્થાને શોચી બકરીના ટેળામાંથી નીકળી પાછો પિતાનું સ્વરૂપ જ ધારણ કરે છે તેમ અહીં પણ ભવ્ય પ્રાણીને કરવું ઘટે છે. પિોતે સત્તાથી સિદ્ધ પરમાત્મા તુલ્ય જ છે. પોતે પણ અસંખ્ય પ્રદેશને ઘણી છે. અજ્ઞાનતાથી, કાયરતાથી કે વિપરીત આચરણથી જ સ્વસ્થાનભ્રષ્ટ થયે છે, તે હવે જે પોતાનું સ્વરૂપ જાણ વાને ખપી થઈ તેને સખ્ય રીતે જાણું લે, કાયરતા તજી દઈ સાવધાન થઈ કર્મ આવરણને હઠાવવા યત્ન કર. કર્મોને હઠાવવા જે જે ઉત્તમ ઉપાયો શ્રી પરમાત્માએ સિદ્ધાન્તમાં દર્શાવ્યા છે તે