________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૮૩ ] પ્રયત્ન કરો. યત: વા તદુવૃંદરમ્, માટે હે ભવ્ય ! તું પણ સ્વશક્તિ સંભાળી ઉભય પ્રકારનો તપ કરતપનું સેવન કર.
ભાવના–પ્રથમ કહેલી મેચ્યાદિક ચાર ભાવના, તથા અનિત્ય, અશરણ, સંસાર, એકવ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર અને નિર્જરાદિક બાર પ્રકારની ભાવના, તથા પાંચ મહાવ્રતની પચીશ પ્રકારની ભાવના–એમ અનેક પ્રકારની ભવનાશક ભાવનાઓને તું હે ભવ્ય ! ભાવ. અને વૈરાગ્ય-વિરક્તભાવ, સાંસારિક યા પગલિક ભાવોમાં અનાસક્તિ, ઉદાસીનતાને હે ભવ્ય ! તું ભજ. ' હે ભવ્ય ! આ સંસારને નારક અથવા ચારક (કેદખાના)રૂપ જ ગણી તેથી છૂટવા ઉત્કંઠા સહિત શ્રીવીતરાગ ઉપદિષ્ટ પરમ પવિત્ર ધર્મ કલ્પવૃક્ષનું અમૂઢપણે દઢ આદરથી પ્રમાદ રહિત હે ભવ્ય! તું ચેખે ચિતે સેવન કર, જેથી આ મહાભયંકર ભદધિનો તું સુખે પાર પામી શકે. ખરેખર આ વીતરાગભાષિત ધર્મ જ સંસારસમુદ્ર તરવા માટે મહાનોકા સમાન છે અને શ્રોતીર્થંકરદેવ તેમ જ અક્ષરશ: તવચનાનુસારી શ્રીસદ્દગુરુ જ મહાનિર્ધામક સમાન છે, જેની નિઃસ્વાર્થ સહાયથી ભવ્ય પ્રાણીઓ મહાસંકટમય એવા ભવસમુદ્રને સુખે ઉલ્લંઘી શિવપુરી–મેક્ષમાં જઈ વસે છે. જ્યાં કોઈપણ રેગ-શક નથી, ઈતિ–ઉપદ્રવ નથી, આધિ-વ્યાધિ નથી, જ્યાં સિદ્ધાત્મા સદા નિરામય, નિદ્ધ, અચલ, અનંત અને અનુપમ સમાધિસુખમાં જ મગ્ન રહે છે તે સુખસમુદ્રના એક બિંદુમાત્રની તુલના કરે એવું જગતમાત્રમાં–જગત્રયમાં કંઈ નથી.