________________
[ ૮૦ ]
શ્રી કપૂરવિજ્યજી પ્રથમ તે અનંત વિજ્ઞાનશાળી, સર્વ દોષ-કલંક રહિત, જેનાં વચનને કોઈપણ પ્રકારે હેતુ યુક્તિથી બાધા પહોંચી ન શકે એવા સિદ્ધાંતના પ્રણેતા-પ્રરૂપક, સર્વ દેવોને પૂજવા , અનંત ગુણયુક્ત રાગદ્વેષાદિકના વિજેતા (સર્વથા જય કરનાર) આમ શિરોમણિ, સ્વયંભૂ ( ગુર્નાદિકના ઉપદેશ વિના જસ્વયં બુદ્ધ) એવા શ્રી દેવાધિદેવ–વીતરાગ પરમાત્માની શુદ્ધ સમજ કરી શુદ્ધ અંત:કરણથી ઉપાસના કર.
પૂર્વોક્ત શ્રી તીર્થકર મહારાજના ફરમાન (આજ્ઞા) મુજબ વર્તનારા-રહેણીકહેણીમાં એક સરખા-મહાપવિત્ર દુષ્કર મહાવતને સેવનારા અને આત્માથી ભવ્ય સમૂહને વીતરાગ ઉપદિષ્ટ માર્ગ જ નિર્દભ પણે કહેનારા સદગુરુ મહારાજનું તું હે ભવ્ય! પવિત્ર ચિત્તે સેવન કર, તથા પૂર્વનિર્દિષ્ટ શ્રી મહાદેવ શ્રી વીતરાગદેવે તથા તવચનાનુસારી શ્રી ગુરુમહારાજે રાગદ્વેષાદિક અંતરંગ વૈરીઓને વિજય કરવા ઉપદેશેલા અત્યંત હિતકારી માર્ગઆગમશાસ્ત્રનું તું હે ઉત્તમ! બહુમાનથી સેવન કર, તથા પૂર્વ નિરૂપિત શ્રી તીર્થકર મહારાજ તથા તવચનાનુસારી શ્રી ગુરુમહારાજ તથા તદુપદિષ્ટ સિદ્ધાંતને અતિ કાળજીથી (પ્રમાદરહિત) અનુસરી રહેનારા મહામર્યાદાશીલ શ્રી સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રી સંઘની હે ઉત્તમ ! તું સદ્દભાવથી ભક્તિ-બહુમાન કર. તથા હિંસા (પરના પ્રાણુને વિનાશ કર ), અમૃત ( અસત્ય ),
તેય (ચોરી), અબ્રહ્મ (મથુન-કામ-વિષયસેવન) અને પરિગ્રહ(ધન-ધાન્યાદિક નવવિધ બાહ્ય અને મિથ્યાત્વાદિક ચતુર્દશવિધ અત્યંતર)ને હે ભાઈ ! તું ત્યાગ કર. અને અહિંસા, સત્ય,