________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૮૧ ] અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહાદિક સુવ્રતોનું સેવન કર. તથા ક્રોધ, માન, માયા, ભરૂપ ચાર ગતિરૂપ સંસારને આપનારા અને વધારનારા ચારે કષાયે હે ભવ્ય ! તું જય કર. તથા સાજન્ય કહેતાં સજ્જનતા, ઉત્તમ કુલીનતા તું આદર, તથા ગુણીજનોનો સંસર્ગ–મિત્રતા-ગોષ્ઠી કરી તક્ષિણ ગુણોને અત્યંત આદર કરી તવત ગુણેને હે ઉત્તમ! તું પોતે મેળવ.
તથા ઈદ્રિયદમન માટે સ્પર્શ, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્રંદ્રિયેનું નિયંત્રણ-નિગ્રહ કર, તથા શ્રી જિનાજ્ઞારૂપ અંકુશવડે મનરૂપ મતંગજ-હાથીનો પણ નિગ્રહ કર–વશ કર. થત:વિષય ગ્રામની સીમમેં, ઇચ્છા ચોરી કરત; જિન આણુ અંકુશ કરી. મનગજ વશ કરે સંત. તથા કહ્યું છે કે
मनमरणेंदियमरणं, इंद्दियमरणेण मरंति कम्माइं। कम्ममरणेण मुक्खो , तम्हा मनमारणं पवरं ॥ १ ॥ અર્થાત–મનને મારવાથી ઇંદ્રિયે મરે છે–સ્વાધીન થઈ જાય છે, તથા ઈદ્રિયોના નાશથી કર્મો-જ્ઞાનાવરણાદિક સર્વેને નાશ થાય છે, કર્મોના નાશ થવાથી એકાંતિક અને આત્યંતિક સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે મનનું મારવું–મનને વશ કરવું જ શ્રેષ્ઠ છે, કારણ કે તે વિના અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થતી નથી. વળી દાન ( અભયદાન, સુપાત્રદાન, અનુ