________________
પાસપ૦
લેખ સંગ્રહ : ૩ :
[ ૭૯ ] કમાયા તું માલ કે, આવે તારી સાથે એક અવેજ તપાસ એ રે, હાથમાંથી બાજી જાશે, પછીથી પસ્તાવો થાશે; કાંઈ ન કરી શકાશે રે,
પામર હજી હાથમાં છે બાજી, કર તું પ્રભુને રાજી; મૂડી તારી થાશે તાજી રે.
પામ ૨૦. હાથમાંથી ઘન ખેચું, ધૂળથી કપાળ ધાયું; જાણપણું તારું જોયું રે.
પામર દૈવે તે રતનું દીધી, તેની ન કિંમત કીધી; મણિ માટે મેસ લીધી રે.
પામ૨૦ મનને વિચાર તારો, મનમાં રહી જનારે; વળતી નહી આવે ત્યારે રે.
પામર નીકળ્યો જ્યાં શરીરમાંથી, પછી તું માલેક નથી, કહે દલપત કવિ રે, પામર પ્રાણી! ચેત તો ચેતાવું તું ને રે.
એક મહાશય આચાર્ય મહારાજે પરમ પવિત્ર ધર્મસેવનનું સંક્ષેપથી સ્વરૂપ કહ્યું છે કે
भक्तिस्तीर्थकरे गुरौ जिनमते संघे च हिंसानृतं । स्तेयाब्रह्मपरिग्रहाद्युपरमं क्रोधाद्यरीणां जयम् ॥ सौजन्यं गुणिसङ्गमिन्द्रियदमं दानं तपो भावनाम् । वैराग्यं च कुरुष्व निवृत्तिपदे यद्यस्ति गन्तुं मनः ॥
હે ભવ્ય ! જે તને શાશ્વત ( કાયમના માટેનું ) અનંત (નિરવધિ) અને અનુપમ એવું મેક્ષસુખ સ્વાધીન કરવાનું મન (ઈચ્છા) હોય તો તું આ પ્રમાણે પરીક્ષાપૂર્વક (સરલપણે-નિર્મળ ચિત્ત ઉત્સાહપૂર્વક પૂર્ણ શ્રદ્ધા રાખી) પ્રવૃત્તિ કર.