________________
લેખ સંગ્રહ : ૩ :
[૭૭] છતાં છ ધમ–આત્મહિત સાધવામાં વિલંબ-વાયદા કર્યા કરે છે, તેમ જ દુઃખ માત્ર અધર્મ–અનીતિ-અન્યાય આચરણથી થાય છે. એમ છતાં તેથી પાછા ઓસરતા નથી, તો પછી દુઃખને છેડે આવી સુખને દહાડે શી રીતે આવે ? તે સુખના અભિલાષી પ્રાણુઓએ પ્રથમ વિચારવાનું છે. પરમ પવિત્ર જ્ઞાનીઓનાં વચનોને વિષે કોઈ અંશે પ્રતીતિ–ખાત્રીવાળા જીવોને કદાચ તે તે સાંસારિક કાર્યો કરતાં સુરણ રહેતી હશે ખરી પણ સાહસિક થઈને જ્યાં સુધી અકાર્ય– અનીતિ-અન્યાયને ત્યાગ પતે કરતા નથી ત્યાં સુધી ખરા સુખનો સ્વાદ તેને મળતો પણ નથી; કેમકે મુખ મચકેડીને પણ ઝેર ખાનારે જીવી શકે છે શું? તે જગતપ્રસિદ્ધ ઝેરો કરતાં પણ અકાર્ય—અનીતિ-અન્યાયાચરણનું ઝેર બહુ આકરું છે, કેમકે તે તે એક જ વખત જીવિત હરે છે અને આ તો અનેક ભવ સુધી સંતાપે છે તો પણ મૂઢ અજ્ઞાની છે તેને ત્યાગ નહિ કરતાં બેધડક તેને જ સેવ્યા કરે છે એટલે અનીતિ-અન્યાય જ આચર્યા કરે છે અને પોતાનું ખરું હિત તકાસતા નથી. આ કેવી અજ્ઞાનતા! આ કેવી મોહાંધતા ! અનેક પાપાચરણથી મેળવેલી વસ્તુ ખાવાપીવા કે ભેગવવામાં તો સંબંધ ધરાવનારા સર્વે આવી મળે છે પણ તેના પાપને બજે તો ભાઈસાહેબને શિરે જ રહે છે, જેથી તેને ભવાંતર(બીજા ભ)માં ઈચ્છા નહિ છતાં નરકાદિક દુઃખે બળાત્કારે ભેગવવાં જ પડે છે. તે દુઃખેથી છોડાવવા-મુક્ત કરવા કે તેમાં ભાગ લેવા કેઈ કામે (વગે) આવતું નથી. અર્થાત્ શરણ રહિત તે બાપડાને તે સર્વ દુઃખો અવશ્ય જોગવવાં પડે છે જે દુઃખ પિતાની જ મેળે પિતે જ પેદા કર્યા છે તે દુઃખનો