________________
[ ૭૬ ]
શ્રી કપૂરવિજયજી ભવ્ય આત્મહિતશિક્ષા. આત્મહિતૈષી ભવ્ય પ્રાણીઓએ મૈથ્યાદિક ચાર ભાવનાઓ સમાસથી પણ આ પ્રમાણે ભાવવી યોગ્ય છે.
૧. સર્વ જગતના જીવો સુખી થાઓ. કેઈ દુઃખી મ થાઓ. સર્વ કેઈ સુખને રસ્તે ચાલે. દુઃખના રસ્તાથી દૂર રહે. એ પ્રમાણે પ્રથમ મૈત્રીભાવના.
૨. શ્રી વીતરાગ વચનાનુસારી ત્રિકાળવતી સર્વ જગતના જીનાં સર્વ સુકૃતોનું હું ત્રિવિધે (મન, વચન અને કાયાવડે) અનુમોદન કરું છું. એ પ્રમાણે બીજી અમેદયા મુદિતા ભાવના,
૩. સર્વદા સ્વશત્યાનુસારે પિતાનો યથાયોગ્ય નિર્વાહ કરવા અસમર્થ એવા દ્રવ્યથી દુખી જીનું દુઃખ અપહરવા યત્ન કરું તથા ધમહીન જીને ધર્મ પમાડવા સદા યત્ન સેવ્યા કરું. એ પ્રમાણે ત્રીજી કરુણું ભાવના,
૪. સદા ધર્મથી વિમુખ તથા પાપકર્મને સન્મુખ એવા અગ્ય અધિકારી પ્રતિકાર્ય જીવોનું પણ અહિત અણુઈચ્છતે હું તેઓ પ્રતિ રાગદ્વેષ રહિત મન અવલંબી રહું. એ પ્રમાણે ચેથી મધ્યસ્થ ભાવના.
હવે ભવ્ય પ્રાણીઓ સદા નિર્વિધ્રપણે પ્રમાદ રહિત આત્મહિત સાધી સદા સુખી થાય એવી બુદ્ધિથી પ્રેરાઈ કંઈક પ્રસંગોપાત લખવા યત્ન કરું છું.
જીવમાત્રને સુખ વહાલું અને દુઃખ દવલું લાગે છે ખરું પણ સાચું સુખ તે ધર્મસેવન કર્યા વિના પ્રાપ્ત થતું નથી. એમ