________________
લેખ સંગ્રહ : ૩
[ ૭૫ ]
લે છે; પરંતુ સાચા સદ્ગુરુના ઉપદેશામૃતથી વૈરાગ્ય જાગતાં વિષયાસક્તિ મેાળી પડી જાય છે, અથવા સૂર્યના તાપથી ઝાકળની જેમ તે વિસરાળ થઇ જાય છે; એટલે શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મપ્રત્યે સાચી પ્રીતિ જાગે છે, અને સમ્યગ્ જ્ઞાનવૈરાગ્યના સિ ંચનથી તે દિન દિન પ્રત્યે પુષ્ટ થતી જાય છે.
દ્રવ્યપૂજા ગૃહસ્થાને સાધનરૂપ છે અને ભાવપૂજા સાધ્ય. છે. પ્રભુની ખરા દિલથી સ્તુતિ-સ્તવના–પ્રાર્થના કરી મનને પ્રભુના ગુણુવડે રંગી દેવાથી અને એવા ઉત્તમ ગુણાનુ પરિશીલન કરવાથી જ તેની સાકતા થાય છે. હિંસાદિક દેાષથી વિરમ અને અહિંસાદિકના અત્યંત આદર કરવા. પાંચે ઇંદ્રિયાના વિષયેામાં લાગી રહેલી આસકિત તજવી અને ખરા વૈરાગ્યથી આત્માને વાસિત કરવા. ક્રોધાદિક ચારે કષાયે ના નિગ્રહ કરવા અને ક્ષમાર્દિક ઉત્તમ ગુણ્ણાના આશ્રય કરવા. મન, વચન, કાયાના દુષ્ટ વ્યાપારને વવા અને વિચાર, વાણી તથા આચારની શુદ્ધિ કરવી. એ ભાવપૂજાનું ખરું રહસ્ય છે. ભવિક આત્માએ પેાતાના આત્માને એથી જ તરખાળ કરી ખરું સુખ અનુભવે છે. ભવ્યાત્માએને એવી સદ્ધિ જાગે એવી પ્રાર્થના છે.
[ જૈ. . પ્ર. પુ. ૩૯, પૃ. ૩૭૫ ]