________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી ૩. ચપળતાદિક દેષને ટાળી નકામા સંકલ્પવિકલ્પ રહિત
મનને કરવું. ૪. સેવા-ભક્તિ કરવાનું સ્થળ પ્રથમથી જ જયણા સહિત
સાફ કરી લેવું. પ. પૂજાનાં ઉપગરણ જોઈએ એવા સાફ જણાયુક્ત રાખવાં. ૬. પ્રભુભક્તિપ્રસંગે વાપરવાની સવે વસ્તુઓ ન્યાયવ્યથી
વસાવવી. ૭. દરેક પ્રસંગે વિધિને યથાર્થ આદર કરવાનું ન ભૂલવું.
ઉપર પ્રમાણે દ્રવ્યપૂજા કરીને પછી અર્થગંભીર ચૈત્યવંદન સ્તવનાદિક સ્તુતિ પ્રભુના ગુણગર્ભિત ઉપગ સ્થિર રાખીને અખંડ પ્રેમ ઉલ્લાસથી સ્થિરતા મુજબ કરવાનું ભૂલવું નહિ. તેમ કરતાં બીજાનું મન પણ સાંભળવા લલચાય ને ઉપગ જાગ્રત થાય તેવી શાન્તિ જાળવીને બધું કરવું. “તીર્થપતિ ને તીર્થસેવા; એ તો સાચા મેક્ષના મેવા” ઈ. એક વાર પ્રભુવંદના રે, આગમ રીતે થાય; કારણ છતે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય.” ઈ. વચનોની સાર્થકતા થાય તેવું લક્ષ્ય રાખવું. “પ્રીત અનંતી પરથકી, જે તોડે છે તે જોડે એહ, પરમપુરુષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ. રાષભજિકુંદણું પ્રીતડી.” જીવને અનાદિકાળથી પરપુગલ સાથે અનંતી અપાર પ્રીતિ લાગેલી છે, તેની અસારતા વિચારી તેને તોડ્યા વગર પ્રભુ સાથે ખરી પ્રીતિ લાગી શકે તેમ નથી. ક્ષણિક ને કલ્પિત લેશમાત્ર સુખાભાસ મધુબિંદુની જેવો જોઈ મુગ્ધ જીવ તેથી લલચાઈ જન્મમરણનાં અનંત દુખ વહેરી