________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૭૩ ] સમજી લઈ તેને ચીવટથી આદર કરવો ઘટે છે. સમજ્યા સાર જ એ છે કે જાતે ખરી વાતને આદરી બીજા અણસમજુ કે ઓછી સમજવાળા મધુ ભાઈબહેનને શુદ્ધ પ્રેમભાવથી તે વાત ગળે ઉતારવા બનતે પ્રયત્ન કરવો, જેથી તેમનું તથા તેમની ભાવી પ્રજાનું પણ શ્રેય-કલ્યાણ સહેજે થવા પામે.
દ્રવ્ય ભાવ ભેદે બે પ્રકારની પ્રભુની પૂજા કહી છે. તેમાં મલિનારંભી ગૃહસ્થ શ્રાવક શ્રાવિકાને દ્રવ્યપૂજાપૂર્વક ભાવપૂજા અને નિરારંભી સાધુ સાધ્વીઓને કેવળ પ્રભુની આજ્ઞા આરાધનરૂ૫ ભાવપૂજા કરવાની કહી છે. પંચપ્રકારી, અષ્ટપ્રકારી વિગેરે અનેક રીતે પ્રભુની અંગપૂજા અને અગ્રપૂજા થઈ શકે છે. ઉક્ત પ્રસંગે એ સાતે શુદ્ધિને યથાગ્ય ખપ સહુ સજજન ભાઈબહેનોએ અવશ્ય કરવો ઘટે છે, તેમ કરવાથી જ દ્રવ્યપૂજાની સફળતારૂપ સદ્દભાવ જાગ્રત થાય અને શાસ્ત્રોક્ત અનેક સદભાગી સજજનોની પેઠે એથી ભારે કર્મનિર્જરા અથવા સુકૃત–પુન્ય ઉપજનરૂપ અમાપ લાભ થઈ શકે. તેથી જ આળસ ને કૃપતાદિક દોષ તજી સાતે શુદ્ધિનો જરૂર સહુએ ખપ કરવો અને અન્ય ખપી જનોને તે સારી રીતે સમજાવે. શત્રુજયયાત્રાવિચારાદિક બુકમાં ઉક્ત હકીકત અધિક સ્કૂટ કરીને સમજાવી છે, છતાં ખાસ ઉપયોગી જાણીને પ્રસંગોપાત અહીં પણ જણાવાય છે. ૧. શુદ્ધ ગાળેલા તીર્થજળાદિકવડે જયણાયુક્ત સર્વાગ
સ્નાન કરવું. ૨. શુદ્ધ નિર્દોષ રીતે બનેલાં અખંડ વસ્ત્ર અંગ ઉપર
ધારણ કરવાં.