________________
[ ૭૩ ]
શ્રી કરવિજયજી શ્રેય થાય એવું આપણી આસપાસ શુદ્ધ વાતાવરણ જમાવવું જોઈએ કે જેથી સ્વપરકલ્યાણની સિદ્ધિ જરૂર થવા પામે.
૧૭ શત્રુંજયતીર્થરાજ જેવા સર્વોત્તમ સ્થાનમાં બીજી ખટપટ તજી શાન્તિથી રહેનાર સુખે સ્વહિત સાધી શકે છે. અંતરલક્ષ્યથી જયણા સહિત પગે ચાલીને કરેલી એક પણ યાત્રા જેવી લાભદાયક છે તેવી જયણા રહિત ઉપગશુન્યપણે કરાતી અનેક યાત્રાઓ પણ લાભદાયક થઈ શકતી નથી, તેથી તીર્થયાત્રા કરવા ઈચ્છતા સહુ ભાઈબહેનોએ જયણા સાચવવા માટે જરૂર પૂરતું લક્ષ્ય રાખવું જોઈએ.
[ શ્રી. જે. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૩૭૩ ]
પ્રભુ મહાવીરની જયંતિ ઉજવવા સહુ ભાઈબહેનને ભારે હોંશ હોય છે, તેથી તેની સાર્થકતા-સફળતા કરવા સારુ સમચિત બે બેલ કહેવામાં આવે છે, તે લક્ષ્યમાં રાખી પ્રમાદ રહિત તેનું પરિ
પાલન કરવાની જરૂર છે. અંગ વસન મન ભૂમિકા, પૂજાપગરણ સાર; ન્યાયવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. સાતે શુદ્ધિ સમાચરી, ધરી પ્રભુનું ધ્યાન, અંતરના ઉલ્લાસથી, કરીએ નિત્ય પ્રણામ. શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મનું આરાધન કરવા ઈચ્છનારા એટલે કે આત્મામાં દેવ, ગુરુ ને ધર્મને જાગ્રત કરવાના ખપી દરેક ભવ્યાત્માઓ ઉપર સૂચવેલી સાતે પ્રકારની શુદ્ધિને યથાર્થ