________________
લેખ સંગ્રહ : ૩ :
[ ૭૧ ] ૧૦ અનીતિવંતનું મન જ ધર્મકરણીમાં ચૂંટી શકતું નથી અને મન વગરની બહાર દેખાવ પૂરતી કરેલી કરણ કે યાત્રા સારું ફળ આપી શકતી નથી, તેથી જ યાત્રિકોએ દયા, સત્ય, પ્રમાણિકતા અને સુશીલતા સાચવવા પૂરતી કાળજી રાખવી જોઈએ. એકડા વગરનાં ગમે તેટલાં મીંડાં કર્યા શા કામના?
૧૧ પ્રભુનાં હિતવચનને યથાશક્તિ અનુસરીને ચાલવાથી જ સ્વશ્રેય થઈ શકે છે.
૧૨ નિર્મળ તત્ત્વશ્રદ્ધા અને બાધ સહિત સદ્વર્તનવડે જ સ્વકલ્યાણ સાધી શકાય છે. પોતે હિતમાર્ગને દઢતાથી સેવનાર અન્યનું પણ હિત કરી શકે છે.
૧૩ યોગ્યતા મેળવ્યા વગર વસ્તુધર્મની પ્રાપ્તિ થઈ શક્તી નથી, તેથી ઉત્તમ પ્રકારની ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ અને ઉદારતાદિવડે સુયોગ્યતા મેળવવા ચૂકવું નહિ. રૂડી યોગ્યતા પામેલે જીવ ચિંતામણિ રત્ન જેવો ધર્મ સહેજે પામી શકે છે.
૧૪ કોઈ જાતનું કુવ્યસન પડી ગયેલું હોય તો તે પવિત્ર તીર્થને ભેટીને જરૂર દૂર કરી દેવું જોઈએ, અને પવિત્ર તીર્થને ભેટી તપ–જપ-જ્ઞાન-ધ્યાન-વ્રત-પચ્ચખાણ કરવાનું વ્યસન જરૂર વધારવું જોઈએ.
૧૫ જંગમ તીર્થ સમાન સગુણ સંતજનોને સમાગમ કરી દોષમાત્ર દૂર કરવા માટે તેમની સ્વાર્થ વગરની હિતશિક્ષાને સહુએ જરૂર અનુસરવું જોઈએ.
૧૬ મન-વચન-કાયાથી સઘળી શુદ્ધિ સાચવી, સહુનું