________________
આથી સાગરદત્ત સુકુમાલિકાને છોડીને ભાગી જાય છે. સુકુમાલિકા દુઃખી થાય છે. તેના પિતા તેના લગ્ન એક દરિદ્ર ભિખારી સાથે કરાવે છે. તે ભિખારી પણ સુકુમાલિકોનો સ્પર્શ થતાં તેને છોડીને ચાલ્યો જાય છે. ત્યારબાદ સુકુમાલિકા આર્તધ્યાનમાં પડી. ત્યારબાદ તેના પિતાએ તેના માટે દાનશાળાનું નિર્માણ કર્યું. જ્યાં શ્રમણ, બ્રાહ્મણ, અતિથિઓ, કૃપણો માટે આહાર બનવા લાગ્યો.
એકવાર ગોપાલિકા નામે સાધ્વી તેના શિષ્ય પરિવાર સાથે ચંપાનગરીમાં પધારે છે. ત્યારે સુકુમાલિકો તેમના સંપર્કમાં આવતાં તેઓ તેને ધર્મોપદેશ આપે છે. સુકુમાલિકી ધર્મ શ્રવણ કરીને શ્રાવકધર્મ સ્વીકારે છે. અને પછી પ્રવજ્યા ગ્રહણ કરે છે. ત્યારબાદ તેના આત્માનું કલ્યાણ કરવા લાગી.
કોઈ એક વખત તે ચંપાનગરીની બહાર ઉદ્યાનમાં છઠ્ઠનો તપ કરી સૂર્ય સામે આતાપના લેવાની આજ્ઞા માંગે છે ત્યારે ગોપાલિકા આર્યાએ ના પાડી. છતાં તે તેમની આજ્ઞા વિરુધ્ધ આતાપના લેવા જાય છે. ત્યાં ગણિકાને ભોગ ભોગવતી જોઈ સુકુમાલિક આર્યાને મનમાં આ પ્રકારનો વિચાર પેદા થયો.- “અહો! આ સ્ત્રી પૂર્વે સારી રીતે આચરેલ ને સારી રીતે પાર પાડેલ શુભ કર્મોના શુભ વિપાકથી આવા ફળ ભોગવી રહી છે. એટલા માટે આ સારી રીતે આચરવામાં આવેલ તપ, નિયમ, બ્રહ્મચર્યવાસનું કંઈ પણ શુભ ફળ હોય તો હું પણ આગામી જન્મમાં આવા પ્રકારના ઉત્તમ માનુષી ભોગો ભોગવું એમ થાઓ.” આમ કરી તેણે નિયાણું કર્યું અને આતાપના ભૂમિથી પાછી ફરી. અને બકુશ ચારિત્ર પાળવા લાગી. ગુણીએ તેને પ્રાયશ્ચિત લેવા સમજાવી. પરંતુ તેણે તેમના વચનનો આદર ન કર્યો. અને તેમનાથી જુદી વિચારવા લાગી અને શિથિલાચાર પાળી આયુ પૂર્ણ થતા દેવલોકમાં દેવગણિકા રૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે પાંચાલ દેશમાં મહારાજા દ્રુપદ રાજાને ત્યાં ચૂલણી રાણીની કુક્ષિએ પુત્રીપણે પેદા થઇ. તેનુ નામ દ્વૌપદી રાખવામાં આવ્યું.
યૌવનાવસ્થા પામતાં દ્રૌપદીનો સ્વયંવર મંડપ રચાયો. દેશ-પરદેશના રાજાઓને આમંત્રવામાં આવ્યા. નિર્ધારિત સમયે શ્રીકૃષ્ણજી, બલભદ્રજી, શિશુપાળ, દુર્યોધન, તેમજ સંખ્યાબંધ રાજા-મહારાજાઓ પોત પોતાના રાજકુમારો સાથે ત્યાં આવી પહોંચ્યા.
પાંડુરાજા પણ પોતાના પાંચેય પુત્રો સાથે આવી પહોંચ્યા. સ્વયંવર મંડપમાં હજારો પ્રેક્ષકો જમા થઈ ગયા. રાજા-મહારાજાઓએ યથાસ્થાને બેઠક લીધી. પ્રતિહારી દ્વારા એક પછી એક રાજાનો પરિચય પામતી દ્રૌપદી હાથમાં વરમાળા લઈ આગળ ધપી. પાંડવોની સમીપમાં આવી. તેમને જોઇને તેને સ્વાભાવિક અનુરાગ પેદા થયો. તેના રોમાંચ ખડા થઈ ગયા અને તે ક્ષણે તેણે યુધિષ્ઠિરના કંઠમાં