________________
જશે તો મને ઉતારી પાડશે. તેમ વિચારી શાકને એકાંતમાં છુપાવી દીધું. અને મધુર તુંબડાનું બીજું શાક બનાવ્યું અને બધાને જમાડ્યા.
તે સમયે ધર્મઘોષમુનિ ચંપાનગરીમાં પધાર્યા. તેમાં ધર્મરુચિ નામે અણગાર હતા. તેમને મા ખમણનું પારણું હતુ. ભિક્ષા માટે ફરતાં નાગશ્રી બ્રાહ્મણીનું ઘર હતું ત્યાં પહોચ્યા. નાગશ્રીએ કડવા તુંબડાનું શાક ધર્મરુચિ અણગારને હોરાવ્યું, આહાર પૂરતો છે એમ સમજી તેઓ પોતાના ગુરુ પાસે આવી ગોચરીની પ્રતિલેખના કરી. ગુરુએ એક ટીપુ ચાખ્યું, તો તે કડવું, ખારું, અખાદ્ય, અભોજ્ય, વિષ જેવું જણાયું. આથી તેમણે ધર્મરુચિને કહ્યું કે તું જો આ શાકનું ભોજન કરીશ તો અકાળે જીવન રહિત થઈ જઈશ. માટે તું એકાંત જગ્યાએ અચિત્ત ભૂમિ પર પરઠવ અને બીજો પ્રાસુક આહાર લાવી તેનું ભોજન કર.
ધર્મરુચિ અણગાર ગુરુ આજ્ઞા લઈ અને એકાંત જગ્યાએ પાઠવવા જાય છે. એક બિંદુ પરઠવતા હજારો કીડીઓ ત્યાં આવી પહોંચી. તેમાંથી જે કીડીએ તે ટીપાનો આહાર લીધો તે અકાળે જ જીવન રહિત થઈ. આ જોઈ ધર્મરુચિને વિચાર આવ્યો કે “હું જો બધું શાક નીચે નાંખુ તો હજારો કીડીઓ મરણ પામે. અનેકના પ્રાણ હણનારો હું બનું. એના કરતા બધું જ શાક હું પોતે ખાઈ જાઉં, તો મારા આ શરીરમાં જ નષ્ટ થાય.' આમ વિચારી તુરત આહાર કર્યો. અને ત્યાં જ સમાધિ મરણ પામી સવાર્થ સિધ્ધવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યારબાદ ધર્મરુચિ આણગારને લાંબો સમય ગયો જાણીને બીજા નિગ્રંથો ગુરુ આજ્ઞાથી તેમને શોધવા જાય છે. અને શોધ કરતા આ જગ્યાએ પહોંચે છે. અને ગુરુને આવી સમાચાર આપ્યા. આખા ગામમાં નાગશ્રી બ્રાહ્મણીની બદનામી થાય છે. તે સોળ ભયંકર રોગથી પીડા પામી અત્યંત દુખથી રીબાઇને મરણ પામી અને મરીને છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમના આયુષ્યવાળા નારકોમાં નારકી રૂપે ઉત્પન્ન થઈ. ત્યાંથી મરીને તે મત્સ્ય યોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી મરણ પામી બીજીવાર સાતમી નરકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી ફરીવાર મત્સ્ય રૂપે ઉત્પન્ન થઈ. ત્યાર બાદ સર્પ યોનિ આદિ અનેક યોનિમાં ઉત્પન્ન થઈ.
પૃથ્વીકાયમાંથી નીકળી જંબુદ્વીપમાં, ભરતક્ષેત્રમાં, ચંપાનગરીમાં સાગરદત્ત સાર્થવાહની ભદ્રા નામે ભાર્યાની કુક્ષિથી બાલિકા રૂપે ઉત્પન્ન થઈ, તેનું નામ સુકુમાલિકી રાખ્યું. બાલ્ય અવસ્થા પસાર કરી તે યૌવના સ્થાને પામી. તે રૂપ યોવન, લાવણ્યમાં ઉત્કૃષ્ટ તથા ઉત્કૃષ્ટ શરીરવાળી સર્વાગ સુંદરી બની ગઈ.
સમય જતાં તેના લગ્ન જિનદત્ત અને ભદ્રાના સુપુત્ર સાગરદત્ત સાથે થયા. લગ્ન બાદ સુકુમાલિકાના હાથનો સ્પર્શ સાગરદત્તને કરવતના સ્પર્શ જેવો તીણ લાગ્યો.
70