________________
અધ્યયન-૧૫માં નંદીફળનું દેષ્ટાંત આપેલ છે.
ચંપાનગરીમાં ધન્યસાર્થવાહ શક્તિ સંપન્ન વ્યાપારી હતો. તેણે એક વખત માલ વેચવા અહિચ્છત્રા નગરી જવા વિચાર્યું. ચંપાનગરીમાં ઘોષણા કરાવી કે, ધન્યસાર્થવાહ અહિચ્છત્રા નગરી જઇ રહ્યા છે, જેને આવવું હોય તે સાથે આવે. જેની પાસે જે કોઇપણ પ્રકારના સાધનનો અભાવ હશે, તેની પૂર્તિ કરવામાં આવશે.
ધન્યશ્રેષ્ઠીએ ચંપાનગરીથી પ્રસ્થાન કર્યું. ઉચિત સ્થાને વિશ્રાન્તિ લેતાં ભયંકર અટવીની વચ્ચે આવી પહોંચ્યા. અટવી ખૂબ વિકટ હતી, માણસોની અવરજવર નહોતી. બરાબર મધ્યભાગમાં એક વિષયુક્ત વૃક્ષ હતું. જેના ફળ, પાંદડા, છાલ આદિનો સ્પર્શ કરતાં, સૂંઘતા, ચાખતાં અત્યંત મનોહર લાગતા પણ તે બધા તેની છાયા પણ પ્રાણ હરણ કરવાવાળી હતી. અનુભવી ધન્યસાર્થવાહને તે નંદીફળના વૃક્ષનો પરિચય હતો. તેથી સમયસર ચેતવણી આપી દીધી કે- સાર્થની કોઇ વ્યક્તિએ નંદીફળની છાયાની નજીક પણ ન જવું.
ધન્યસાર્થવાહની ચેતવણીનો ઘણાએ અમલ કર્યો. તો કેટલાક એવા પણ નીકળ્યા કે આ વૃક્ષના વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પ્રલોભનને રોકી ન શક્યા. જે તેનાથી બચ્યા સકુશળ લક્ષ સુધી પહોંચ્યા અને સુખના ભોગી બન્યા અને જે ઇન્દ્રિયને વશીભૂત થઇ પોતાના મન ઉપર નિયંત્રણ રાખી ન શક્યા તેઓ મૃત્યુના શિકાર બન્યા.
ઉપદેશઃ- સંસાર ભયાનક અટવી છે. તેમાં ઇન્દ્રિયના વિવિધ વિષયો નંદીફળ સમાન છે. વિષયો ભોગવતી વખતે ક્ષણભર સુખદ લાગે પણ ભોગનું પરિણામ ખૂબ શોચનીય છે. વ્યથાઓ ભોગવવી પડે છે. તેથી સાધકે વિષયોથી બચવું જોઇએ. અધ્યયન-૧૬માં દ્રૌપદી કથાનક છે.
દ્રૌપદીના પૂર્વભવોઃ- ચંપાનગરીમાં ત્રણ બ્રાહ્મણ ભાઇઓ રહેતા હતા. તેમનાં નામ આ પ્રમાણે હતા-સોમ, સોમદત્ત અને સોમભૂતિ. આ ત્રણેય બ્રાહ્મણોની ત્રણ ભાર્યાઓ હતી, જેમના નામ આ પ્રમાણે હતાં-નાગશ્રી, ભૂતશ્રી, યક્ષશ્રી. એકવાર તે બ્રાહ્મણો એકઠા મળીને નક્કી કરે છે કે વારાફરતી એક એકના ઘરે એક એક દિવસ વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ ભોજન સામગ્રી બનાવીને ભોજન કરીએ.
એકવાર નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં ભોજનનો વારો આવ્યો. નાગશ્રી બ્રાહ્મણીએ વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય ભોજન તૈયાર કર્યું. તુંબડાનું શાક ખૂબ સંભાર ભરીને તેલથી લથબથતું એવું બનાવ્યું. તેમાથી એક ટીપું હથેળીમાં લઇને ચાખ્યું તો ખારું કડવું, અખાદ્ય જેવુ લાગ્યું. તેને થયું જો મારી દેરાણીઓ આ જાણી
69