________________
અધ્યયન માં બે કાચબાનું દૃષ્ટાંત છે.
વારાણસી નગરીમાં ગંગા નદીની ઉત્તરપૂર્વમાં એક વિશાળ તળાવ હતું. નિર્મળ, શીતળ જળથી પરિપૂર્ણ અને વિવિધ જાતિઓનાં કમળોથી આચ્છાદિત. તે તળાવમાં અનેક પ્રકારના મચ્છ, કચ્છ, મગર, ગ્રાહ આદિ જળચર પ્રાણી ક્રીડા કરતા હતા. તે તળાવને લોકો મૃતiાતી કહેતા'તા.
એક વખત સંધ્યાના સમયે બે કાચબા તળાવમાંથી બહાર આહારની શોધ અર્થે નીકળ્યા. તળાવની આસપાસ ફરવા લાગ્યા તે સમયે ત્યાં બે શિયાળ આવ્યા. તે પણ આહારની શોધ માટે ભટકી રહ્યા હતા. શિયાળોને જોઈ કાચબા ગભરાઈ ગયા. આહારની શોધ માટે નીકળતા પોતે જ શિયાળના આહારનો ભોગ બની જશે તેવી શંકા ઉત્પન્ન થઈ.
કાચબામાં એક વિશેષતા હોય છે કે તે પોતાના હાથ, પગ તથા મુખ પોતાના શરીરમાં જ ગોપવી દે છે. તેની પીઠ ઉપર ઢાલ જેવું કઠણ કવચ હોય છે તેને કોઈ ભેદી શકતું નથી. જેથી તે સુરક્ષિત રહી શકે છે. કાચબાઓએ તેવું જ કર્યું. શિયાળો તેઓને જોઈ તૂટી પડયા. છેદન-ભેદન કરવા ખૂબ પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી. ચાલાક શિયાળોએ જોયું કે કાચબાઓ પોતાના અંગોપાંગ ગોપવીને બેઠા છે ત્યાં સુધી અમારા પ્રયત્ન સફળ નહિ થાય. તેથી ચાલાકીથી કામ લેવું પડશે. એવું વિચારી બંને શિયાળ કાચબા પાસેથી ખસી ગીચ ઝાડીમાં ચૂપકીદીથી સંતાઈ ગયા.
બે કાચબામાંથી એક કાચબો ચંચળ હતો. તેણે થોડીવારમાં પગ બહાર કાઢ્યો. તે જોઈ શિયાળે એક ઝાપટ નાખી અને પગ ખાઈ ગયો. એ જ રીતે બીજો, ત્રીજો, ચોથો પગ કાચબાએ બહાર કાઢતા શિયાળ તેને ખાઈ ગયું.
જ્યારે બીજો કાચબો ચંચળ ન હતો. તેણે પોતાના અંગો ઉપર નિયંત્રણ રાખ્યું. લાંબા સમય પછી શિયાળ ચાલ્યા ગયા તેમ જાણ્યું ત્યાર પછી ચારે પગને એક સાથે જ બહાર કાઢી શીઘ્રતાપૂર્વક તળાવમાં સુરક્ષિત પહોંચી ગયો.
આમ, આ કથા દ્વારા સાધકને ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ રાખવાનો બોધ આપ્યો
અધ્યયન પાંચમાં શૈલક રાજર્ષિની કથા છે.
દ્વારિકા નગરીમાં બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિનું પદાર્પણ થયું. કૃષ્ણ વાસુદેવ પોતાના વિશાળ પરિવાર સાથે ભગવાનની ઉપાસના કરવા તથા ધર્મદેશના સાંભળવા ગયા. આ નગરીમાં થાવસ્યા નામની મહિલા હતી. જેને એક પુત્ર હતો. જે
59