________________
વાતની ભદ્રાને ખબર પડતા તે ખૂબ દુ:ખી થઇ. જ્યારે ધન્ય શેઠ કારાગૃહમાંથી છૂટી ઘરે આવ્યો ત્યારે ભદ્રાએ પીઠ ફેરવી ત્યારે ધન્યસાર્થવાહે સઘળી હકીક્ત કહી. આ વાત સાંભળી ભદ્રાને સંતોષ થયો. વિજય ચોર ઘોર પાપોનું ફળ ભોગવવા નરકગામી બન્યો. અને ધન્યસાર્થવાહ ધર્મઘોષસ્થવિર પાસે દીક્ષા ગ્રહણ કરી સ્વર્ગવાસી થયા.
ઉપદેશ:- જે રીતે ધન્યસાર્થવાહે મમતા કે પ્રીતિને કારણે વિજય ચોરને આહાર નહતો આપ્યો પણ શારીરિક બાધાની નિવૃતિના કારણે આહારનો વિભાગ કર્યો. તેવી રીતે નિર્પ્રથમુનિ શરીર પ્રત્યેની આસક્તિના કારણે નહિ પણ માત્ર શરીરની સહાયતાથી સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃધ્ધિ અને રક્ષા માટે આહાર આદિથી શરીરનું સંરક્ષણ કરે.
અધ્યયન-ત્રીજામાં મોરલીના ઇંડાંની કથા છે.
ચંપાનગરીમાં જિનદત અને સાગરદત્ત નામના બે સાર્થવાહ પુત્ર રહેતા હતા. બંને મિત્ર હતા. વિદેશયાત્રા હોય કે અન્ય કોઇ પ્રસંગ, દરેક પ્રસંગે સાથે રહેતા હતા.
એકવાર તેઓ એક ઉદ્યાનમાં પરિભ્રમણ કરતા હતા. ત્યાં એક જાડીવાળો પ્રદેશ ‘માલુકાકચ્છ' હતો. તે તરફ તેઓ ગયા. ત્યાં જ મોરલી ગભરાઇને ઉડીને નજીકના વૃક્ષની શાખા પર કેકારવ કરવા લાગી. આ દશ્ય જોઇ સાર્થવાહના પુત્રોને આશ્ચર્ય તેમજ સંદેહ થયો. તેઓ આગળ વધ્યા તો ત્યાં મોરલીના ઇંડાં પડ્યા હતા. બંનેએ એક એક ઇંડું લઇ લીધું. પોતાના ઘરે આવી સાગરદત્તે બીજા ઇંડાંની વચ્ચે મોરલીનું ઇંડું મૂકી દીધુ. જેથી માઢા પોતાના ઇંડાની સાથે મોરલીના ઇંડાંનું પણ પોષણ કરે. પરંતુ શંકાશીલ સાગરદત્ત સંકલ્પ વિકલ્પ કરે છે કે ઇંડાંમાંથી બચ્ચું ઉત્પન્ન થશે કે નહિ? આમ વિચારી તેણે ઇંડાંને ઉલટ-સુલટ કરવા માંડ્યું. આમ કરવાથી ઇંડુ નિર્જીવ બની ગયું. તેમાંથી બચ્ચું ન નીકળ્યું.
જિનદત્ત શ્રધ્ધા સંપન્ન હતો. તેણે વિશ્વાસ રાખ્યો. ઇંડુ મયુર પાલકોને સોંપી દીધું. યથા સમયે ઇંડામાંથી બચ્ચું નીકળ્યું અને તે મોટુ થતાં અનેક કળાઓ શીખવી. નાચતા શીખવાડ્યુ. જિનદત્ત આ જોઇ હર્ષિત થયો. ચારેબાજુ મયૂરની પ્રસિધ્ધિ થઇ. તેના દ્વારા જિનદત્ત હજારો લાખો રૂપિયા જીતવા લાગ્યો.
આ છે શ્રધ્ધા અને અશ્રધ્ધાનું પરિણામ. આમ જે સાધક પોતાની સાધનામાં શ્રધ્ધાવાન હોય તે ઉત્તરોત્તર મોક્ષ પ્રાપ્ત કરે પરંતુ અશ્રધ્ધાળુ સંકટ, દુઃખ અને પીડાને પ્રાપ્ત કરે છે.
58