________________
થાવા પુત્ર તરીકે ઓળખાતો હતો. તે પણ ભગવાનની દેશના શ્રવણ કરવા પહોંચ્યો. દેશના સાંભળી તે વૈરાગ્ય વાસિત બન્યો. માતા પિતાએ ઘણું સમજાવ્યું છતાં તે અડગ રહ્યો અને દીક્ષા લીધી. કૃષ્ણે અરિષ્ટનેમિ પાસે દીક્ષા લેનારના આશ્રિતજનોની પાલન પોષણની સંપૂર્ણ જવાબદારી લીધી.
આ ઘોષણાથી ૧૦૦૦ પુરુષ થાવસ્યા પુત્રની સાથે પ્રવ્રુજિત થયા. હવે એકવાર થાવાપુત્ર શૈલકપુર પધાર્યા. જ્યાં શૈલક રાજા હતો. તેણે થાવાપુત્રના ઉપદેશથી ૫૦૦ મંત્રીઓ સાથે દીક્ષા લીધી. પોતાના પુત્ર મંડુકને રાજગાદી ઉપર બેસાડ્યો.
સાધુચર્યા પ્રમાણે શૈલકમુનિ દેશ દેશાંતરમાં વિચરવા લાગ્યા. શૈલકનું સુકોમળ શરીર સાધુ જીવનની કઠોરતા સહી ન શક્યું. તેના શરીરમાં દાદર-ખુજલી થઇ, પિત્તજ્વર રહેવા લાગ્યો. જેથી તીવ્ર વેદના થવા લાગી. તેઓ ભ્રમણ કરતા શૈલકપુર પધાર્યા. ત્યા મંડુક તેમના દર્શનાર્થે આવ્યો. શૈલકમુનિનું રોગીષ્ટ શરીર જોઇ મંડુકે ચિકિત્સા કરાવવાની વિનંતી કરી. શૈલકે સ્વીકૃતિ આપી. ચિકિત્સા થવા લાગી. પરંતુ રાજર્ષિ સરસ આહાર અને ઔષધમાં આસક્ત બન્યા. પંથકને તેમની સેવામાં રાખી બાકીના બધા શિષ્યો વિહાર કરી ગયા.
કાર્તિક સુદી પૂનમનો દિવસ આવ્યો. શૈલક રાજર્ષિ આહાર-પાણી આરોગી નિશ્ચિંત બની સૂતા હતા. આવશ્યક પ્રતિક્રમણ કરવાનુ યાદ ન આવ્યું. પંથક મુનિએ શૈલક રાજર્ષિને વંદન કરી ચરણ સ્પર્શ કરવા મસ્તક નમાવ્યું. શૈલક મુનિ નિંદ્રામાં ભંગ પડતા ભડકી ઉઠ્યા. પંથક મુનિએ ક્ષમા માગતાં કાર્તિકી ચૌમાસાની યાદી દેવડાવી.
રાજર્ષિની ધર્મચેતના જાગૃત થઇ. પશ્ચાતાપ થયો. પોતાના શિથિલાચાર પ્રત્યે જાગૃતિ આવી. બીજે જ દિવસે પંથકમુનિ સાથે વિહાર કર્યો. આ સમાચાર અન્ય શિષ્યોને મળતાં બધા જ શિષ્યો સાથે મળી આવ્યા. અંતિમ સમયમાં બધા જ મુનિઓને સિધ્ધ ગતિ પ્રાપ્ત થઇ.
ઉપદેશ:- ઔષધ સેવન કરતા અસંયમના ભાવ ન આવે તે સાવચેતી રાખવી. તેમ જ ક્યારેક શિષ્ય પણ ગુરુનું કર્તવ્ય અદા કરે છે અને ગુરૂને પતનના માર્ગથી અટકાવે છે.
અધ્યયન-માં તુંબડાનું દેષ્ટાંત છે.
રાજગૃહી નગરીમાં ગૌતમસ્વામીએ મહાવીરસ્વામીને પ્રશ્ન કર્યો કે હે ભગવન! જીવ હળવો થઇ ઉપર કેવી રીતે જાય અને જીવ ભારે થઇ નીચે કેવી રીતે જાય છે?
60