________________
૮. વૈરાગ્યની પરીક્ષામાં પાર ઉતરવું. ૯. અન્યધર્મોથી પોતાના ધર્મની શ્રેષ્ઠતા.
૧૦. પુત્ર-પુત્રીઓની બુધ્ધિ પરીક્ષા. ૧૧. મિત્રોની વચ્ચે માયાચારની ઘટના. ૧૨. હિંસા ટાળવા માટે યુક્તિ.
૧૩. સાગર ચાત્રામાં નૌકાનું ભગ્ન થવું. ૧૪. અસંભવને સંભવ કરવું.
૧૫. મુનિ પ્રત્યે ઘૃણા અને નિંદાથી જન્માંતરે કલેશ. ૧૬. અતિવૈભવશાળી નાયકનો વૈભવ ત્યાગ.
૧૭. ગુરુના ન્યાય પ્રિયતાથી ધર્મની પ્રભાવના.
૧૮. નારી હઠનું દુષ્પરિણામ.
૧૯. પૂર્વના વૈરી દ્વારા સાધનામાં ઉપસર્ગ. ૨૦. સાસુ-વહુમાં દ્વેષ.
આ પ્રમાણે જો આગમની કથાઓનું એક પ્રામાણિક મોટિક્સ-ઇન્ડેકસ તૈયાર કરવામાં આવે તો આ કથાઓની મૂળ ભાવનાને સમજવામાં તો સહયોગ મળશે જ, તેમના વિકાસ-ક્રમને પણ સમજી શકાશે.
સામાજિક જીવનઃ
આગમગ્રંથોની કથાઓમાં મૌર્યયુગ અને પૂર્વ ગુપ્ત યુગના ભારતીય જીવનનું ચિત્રણ થયું છે. ત્યાં સુધીમાં ચર્તુવર્ણ વ્યવસ્થા વ્યાપક થઇ ચૂકી હતી. આ કથાઓમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોના પણ કેટલાક ઉલ્લેખો છે. બ્રાહ્મણ માટે ‘માહણ’ શબ્દનો, પ્રયોગ અધિક થયો છે. મહાવીરને પણ ‘માહણ’ અને ‘મહામાહણ’ કહેવામાં આવ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં બ્રાહ્મણોના યજ્ઞોનો પણ ઉલ્લેખ છે, જેને આધ્યાત્મિક યજ્ઞોમાં બદલવાની વાત આ જૈન કથાકારોએ કહી છે.
૨૮
ક્ષત્રિયો માટે ‘ખત્તિય' શબ્દનો અહીં પ્રયોગ થયો છે. આ કથાઓમાં અનેક ક્ષત્રિય રાજકુમારોના શિક્ષણ અને દીક્ષાનું પણ વર્ણન છે. વૈશ્યો માટે ઇલ્ય, શ્રેષ્ઠી, કૌટુમ્બિક, ગાહાવઇ વગેરે શબ્દોનો પ્રયોગ થયો છે. (જૈન, જગદીશચંદ્રઃ જૈ.આ.સા.મેં.ભા.સ.પૂ ૨૨૯) હરિકેશ ચાંડાલ અને ચિત્ત-સંભૂત માતંગોની કથાના માધ્યમથી એક તરફ જ્યાં તેમના વિદ્યા પારંગત અને ધાર્મિક હોવાની સૂચના છે, ત્યાં સમાજમાં તેમના પ્રત્યે અસ્પૃશ્યતાનો ભાવ પણ સ્પષ્ટ દેખાય છે.
ર૯
ચાંડાળોના કાર્યોનું વર્ણન પણ અંતકૃદ્ઘશાની એક કથામાં મળે છે.”
45