________________
આ કથાઓના અધ્યયનથી જણાય છે કે તે વખતનું પારિવારિક જીવન સુખી હતું. રોહિણીની કથા સંયુક્ત પરિવારના આદર્શને ઉપસ્થિત કરે છે. જેમાં પિતા મોવડી ગણાતો હતો." સંકટ ઉપસ્થિત થતાં પુત્રો પોતાના પ્રાણોની આહુતિ પણ પિતા માટે આપવા તૈયાર રહેતા. પોતાના સંતાન માટે અખૂટ પ્રેમના કેટલાક દશ્યો આ કથાઓમાં છે. જેમકે મેઘકુમારની દીક્ષાની વાત સાંભળીને તેની માતા અચેતન બની ગઇ હતી.
32
આગમોની કથાઓમાં જુદા જુદા સામાજિક લોકોનો ઉલ્લેખ છે. જેમકેતલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, મહાસાર્થવાહ, મહાગોપ, સુવર્ણકાર, ચિત્રકાર, ગાથાપતિ, સેવક વગેરે. ગજસુકુમારની કથા પરથી જાણી શકાય કે- પરિવારના સભ્યોના નામોમાં સમાનતા રહેતી હતી જેમકેસોમિલપિતા, સોમશ્રી માતા, સોમા પુત્રી. જન્મોત્સવ ઉજવવાની પ્રથા પ્રાચીન છે. જેમાં જણાય છે કે તેમાં ઉપહાર પણ આપવામાં આવતા હતા. રાજકુમારી મલ્લીની જન્મગાંઠ પર શ્રીદામકાંડ નામનો હાર આપવામાં આવ્યો હતો.
33
આ કથાઓથી એ પણ જાણી શકાય છે કે તે સમયે સમાજ સેવાના અનેક કાર્યો કરવામાં આવતા હતા. નંદમણિયારની કથાથી જણાય છે કે તેણે જનતા માટે એક એવી પરબ બનાવરાવી હતી કે જ્યાં છાયાવાળા વૃક્ષોના વનખંડો, મનોરંજક ચિત્રસભા, ભોજન શાળા, ચિકિત્સા શાળા, અલંકાર સભા વગેરેની વ્યવસ્થા હતી.”
સમાજ કલ્યાણની ભાવના તે વખતે વિકાસ પામી હતી. રાજા પ્રદેશીએ પણ શ્રાવક બનવાનો નિશ્ચય કરીને પોતાની સંપત્તિના ચાર ભાગ કર્યા હતા. તેમાંથી કુટુંબના પોષણ સિવાયનો એકભાગ સાર્વજનિક હિતકાર્યો માટે હતો, જેનાથી દાનશાળા વગેરેની સ્થાપના કરવામાં આવી હતી.પ
આ કથાઓમાં પાત્રોના અપાર વૈભવનું વર્ણન છે.
૩૬
દેશમાંનો વ્યાપાર ઉપરાંત વિદેશો સાથેનો વ્યાપાર પણ ઉત્કૃષ્ટ રીતે ચાલતો હતો. તેથી સમાજની આર્થિક સ્થિતિ સારી હતી. વાણિજ્ય-વ્યાપાર અને ખેતી વગેરેના ઇતિહાસ માટે આ કથાઓમાં સારી એવી સામગ્રી પ્રાપ્ત થાય છે. સમુદ્રયાત્રા અને સાર્થવાહના જીવન સંબંધી તો આ જૈન કથાઓમાંથી પ્રચુર માહિતી મળે છે. જે અન્યત્ર કયાંય નથી મળતી.
રાજ્યવ્યવસ્થાઃ
પ્રાકૃતની કથાઓમાં રાજ્યવ્યવસ્થા સંબંધી વિવિધ પ્રકારની જાણકારી મળે છે.
46