________________
સાંસ્કૃતિક મૂલ્યાંકનઃ
આગમ ગ્રંથોમાં પ્રાપ્ત થતી સમાજ, સંસ્કૃતિ અને રાજનીતિ વગેરેની સામગ્રીનું મહત્ત્વ એ માટે વિશેષ છે કે આ યુગના અન્ય ઐતિહાસિક સાધનો ઓછાં પ્રાપ્ત થાય છે. તેથી આ જ સાહિત્યિક પુરાવા પર આધાર રાખવો પડે છે. જૈન મુનિઓ દ્વારા લખવામાં આવેલ અથવા સંકલિત કરવામાં આવેલ આગમ ગ્રંથોમાં અતિશયોક્તિઓ હોવા છતાં પણ યથાર્થ ચિત્રણ વિશેષ છે, જે સંસ્કૃતિના મૂલ્યાંકન માટે જરૂરી છે. આ આગમ કથાઓમાં પ્રાપ્ત થતી સાંસ્કૃતિક સામગ્રીના મૂલ્યાંકન માટે સૂક્ષ્મ અધ્યયનની જરૂર છે. તથા સમકાલીન અન્ય પરંપરાના સાહિત્યની જાણ રાખવી પણ જરૂરી છે.
ભાષાત્મક દૃષ્ટિએ-આગમિક-ક્રિયાઓની ભાષાનું સ્વરૂપ અને તેના સ્તરને સમજવા માટે વ્યાખ્યા સાહિત્યમાં કરવામાં આવેલ વ્યુત્પત્તિઓને પણ જોવી જરૂરી છે. પ્રકાશિત સંસ્કરણોની સાથે જ ગ્રંથોની પ્રાચીન પ્રતોમાં અંકિત ટિપ્પણ પણ આગમોની ભાષાને સ્પષ્ટ કરે છે.
જ્ઞાતા ધર્મકથામાં મેઘકુમારની કથામાં તેને અઢાર જુદા જુદા પ્રકારની દેશી ભાષાઓનો વિશારદ કહ્યો છે. કુવલયમાલાકહામાં આ ભાષાઓના નામની સાથે સાથે તેમના ઉદાહરણ પણ આપ્યાં છે. આ કથાઓમાં જુદાજુદા પ્રસંગોમાં કેટલાય દેશી શબ્દોનો પ્રયોગ થયો છે. આગમ શબ્દકોશમાં એવા શબ્દોનું સંકલન કરીને સ્વતંત્ર રૂપે વિચાર થવો જોઇએ.' કાવ્યતત્વઃ
આગમગ્રંથોની કથાઓમાં ગદ્ય અને પદ્ય બંનેનો પ્રયોગ થયો છે.
કથાકારોનાં અધિકાંશ વર્ણનો જો કે વર્ણક રૂપે સ્થિર થઇ ગયા હતા. નગરવર્ણન, સૌંદર્યવર્ણન વગેરે જુદી જુદી કથાઓમાં એકસરખા મળે છે. તેથી સ્મરણની સુવિધાના કારણે તેની પુનરાવૃત્તિ ન કરતા જાવ' પધ્ધતિ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો. પરંતુ કેટલાક વર્ણનો વિશુધ્ધરૂપે સાહિત્યિક છે. સંસ્કૃતના ગદ્ય સાહિત્યની સૌન્દર્ય-સુષમા તેમાં જોઈ શકાય છે. પ્રાચીન ભારતીય ગદ્ય સાહિત્યના ઉદ્ભવ અને વિકાસના અધ્યયન માટે આ કથાઓના ગડ્યાંશને મૌલિક આધાર માની શકાય.
ઉતરાધ્યયનની કથાઓ પદ્યમાં જ વર્ણિત છે. તેમાં અનેક અલંકારોનો પ્રયોગ થયો છે. કેટલીક ઉપમાઓ અને દૃષ્ટાંતો અહીં પ્રસ્તુત છે.*
43