________________
મુક્તિ તપશ્ચર્યાથી સંભવિત છે. આ વાત સમજવામાં આવ્યા પછી એ તપશ્ચર્યાને સંભવિતમાંથી સુલભ દર્શાવવા માટે બીજી કથાઓ કહેવામાં આવે છે. નૈતિક આચરણ, શ્રાવક ધર્મ, દૈનિક અનુષ્ઠાન, કર્મસિધ્ધાંત વગેરે કથાઓ મુક્તિને સંભવિતમાંથી સુલભ બનાવીને તેમાં જન સમુદાયની રુચિ ઉત્પન્ન કરે છે.
આગમ કાળની કથાઓની પ્રવૃતિઓના વિ ષણના સંબંધમાં ડૉ.એ.એન.ઉપાધ્યાયનું આ કથન યોગ્ય જ જણાય છે. “આરંભમાં જે માત્ર ઉપમાઓ હતી તેને બાદમાં વ્યાપકરૂપ આપવા અને ધાર્મિક મતાવલંબિયોના લાભ માટે તેમની પાસેથી ઉપદેશ લેવા માટે તેને કથાત્મક રૂપ આપવામાં આવ્યું છે. આ જ આધાર પર ઉપદેશ પ્રધાન કથાઓ વર્ણનાત્મક રૂપે અથવા જીવંત વાર્તાઓ રૂપે વિકસાવવામાં આવી છે. તથા આગમિક કથાઓની મુખ્ય વિશેષતા તેની ઉપદેશાત્મક અને આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. પરંતુ ક્રમશઃ તેમાં વિકાસ થતો રહ્યો છે. ઉપદેશ, અધ્યાત્મ, ચરિત્ર, નીતિથી આગળ વધીને કેટલાક આગમોની કથાઓ શુધ્ધ લૌકિક અને સાર્વભોમિક બની ગઈ છે. એ જ કારણ છે કે આ કથાઓને જો સ્વરૂપમુક્ત કહેવામાં આવે તો એ વિશેષ ન્યાય યુક્ત કહેવાશે. આલ્સડો આગમિક કથાઓની શૈલીને ‘ટેલિગ્રાફિક સ્ટાઇલ’ કહી છે.
આગમ ગ્રંથોની કથાઓની વિષય વસ્તુ વિવિધ પ્રકારની છે. તેથી આ કથાઓનો સંબંધ પરવર્તી કથા સાહિત્ય સાથે લાંબા સમયથી રહ્યો છે."
ડૉ.વિન્ટરનિસે કહ્યું છે કે “શ્રમણ સાહિત્યનો વિષય માત્ર બ્રાહ્મણ, પુરાણ અને ચારિત્ર કથાઓમાંથી જ લેવામાં આવ્યો નથી પરંતુ લોક કથાઓ અને પરિકથાઓ વગેરેમાંથી પણ ગ્રહણ કરાયો છે.”
પ્રો.હર્ટલ પણ જેન કથાઓની વિવિધતાથી પ્રભાવિત થયા છે. તેમનું કહેવું છે કે- જેનોનું કથા સાહિત્ય મૂલ્યવાન છે. તેમના સાહિત્યમાં જુદા જુદા પ્રકારની કથાઓ પ્રાપ્ત થાય છે. જેમકે પ્રેમાખ્યાન, ઉપવાસ, દૃષ્ટાંત, ઉપદેશપ્રદ પશુકથાઓ વગેરે કથાઓના માધ્યમથી તેમણે પોતાના સિધ્ધાંતો અને સાધારણ સુધી પહોંચાડ્યા છે.*
આગમ ગ્રંથોની કથાઓની એક વિશેષતા એ પણ છે કે એ પ્રાયઃ યથાર્થ સાથે સંકળાયેલી છે. તેમાં અલૌકિક તત્ત્વો અને ભૂતકાળના ઘટનાઓના ઉલ્લેખો ઓછા છે. કોઇપણ કથા વર્તમાન કથા નાયકના જીવનની સાથે શરૂ થાય છે. પછી તેને બતાવવામાં આવે છે કે-તેના વર્તમાન જીવનનો સંબંધ ભૂત અને ભવિષ્યકાળ સાથે કેવી રીતે છે. આવી સ્થિતિમાં શ્રોતા કથાના પાત્રો સાથે આત્મીય બની જાય છે. જ્યારે વૈદિક કથાઓની અલૌકિકતા ચમત્કારિક લાગે છે. પણ તેની સાથે નિકટતાનો ભાવ અનુભવાતી નથી.