________________
સારાભાઈ નવાબ પ્રકાશિત કથાકૃતિઓ.
(૧) કથા મંજરી-૧ (૨) કથા મંજરી-૨ (૩) કથા મંજરી-૩ (૪) પુષિાદાની પાર્શ્વનાથજી
ચિત્રભાનુ ‘શાંતિપથનો યાત્રી : સ્વપ્ન દષ્ટા ચિત્રભાનુ' પુસ્તકમાં હસમુખ શેઠ ચિત્રભાનુ વિષે લખે છે કે,
અદ્ભુત વ્યક્તિત્વ છે, અનેરો માનવી છે, અનોખો એનો પ્રભાવ છે. આ માનવીની જીવનકથા નથી. આ તો આકાશે વિહરતી જમીન તરફ કદી નજર ન કરતી સૂર્ય અને ચંદ્રની પેલી પાર જવાની ઇચ્છા ધરાવતી મુક્ત પંખીની કથા છે. એની પાંખોમાં અકથ્ય જોમ છે. હિંમત છે, હામ છે. એનું મનોબળ પોલાદી છે. આ માનવ પંખી પાસે લોખંડી તાકાત છે.”
ચિત્રભાનુજીની જીવન ઝલક - તેમનો જન્મ ૨૬/૭/૧૯રરના રોજ થયો. તેમનું બચપનનું નામ રૂપરાજેન્દ્ર હતું. તેમના માતા ચુનીબાઇ, પિતા છોગાલાલ. તેમને એક નાની બહેન(મગી) પણ હતી. તે નાના હતા ત્યારે તેમની માતા ચુનીબાઇ દેવલોક પામ્યા. એક વખત પિતાની વાત માની તે પાલીતાણા પહોંચ્યો. ત્યાં એણે આદિનાથ દાદાના દર્શન કર્યા. તેનું મન શુધ્ધ બન્યું. ત્યાં તે આચાર્ય ભક્તિસૂરિજીને મળ્યો. તેમણે સમજાવ્યું કે આત્માનું કલ્યાણ કરવું હોય તો સંસાર ત્યાગ કર. આ સાંભળી રૂપે સંસાર છોડવાનો નિર્ણય લીધો.
પિતા છોગાલાલ પાસે સંયમ લેવાની આજ્ઞા માંગી. પ્રથમ તો તેમના પિતાએ ના પાડી ત્યારબાદ તેમના મનોમંથન જોતાં છેવટે તેમના પિતાએ આજ્ઞા આપી. રૂપ પ્રથમ તો આનંદસાગરસૂરિજી પાસે પાલીતાણા પહોંચ્યો. ત્યાં તેણે ગુરૂને પૂછ્યું કે મારે જાણવું છે કે મૃત્યુ શું છે? એ કેમ આવતું હોય છે? હું અખંડ શાંતિ ચાહું છું. ત્યારે ગુરૂએ માર્ગ બતાવ્યો. ત્યારે ત્યાં રૂપને આગમાં વાંચવાની ઇચ્છા થતી હતી. થોડા સમય પછી રૂપને મુંબઈ મોકલવામાં આવ્યો. ત્યાં પંન્યાસ ચંદ્રસાગરજી પાસે રહેવાનું હતું. રૂપ મુંબઇમાં સાધુઓ સાથે રહેવા લાગ્યો. સાધુઓની જેમ જ જીવતો હતો. ધ્યાન કરતો.
બોરડી ગામમાં ૬/૧૨/૧૯૪૨ના રોજ રૂપની દીક્ષા થઈ. એનું નામ
563