________________
ચંદ્રપ્રભસાગરજી રાખવામાં આવ્યું. થોડા દિવસમાં ચંદ્રપ્રભસાગરજી અનુભવવા લાગ્યા કે એમની ઉર્ધ્વયાત્રા શરૂ થઈ છે. ક્યારેક ભૂતકાળમાં મન સરી જતું. મનમાં યાદોની વણઝાર શરૂ થતી, શું બા, બહેન અને ઉષા ફરી કદી જોવા મળી શકશે, જે ગુમાવ્યા છે એને કેમ મળી શકાતું નહિ હોય? પાછું મન શાંત થતું કે વિખૂટા પડેલાને મળવાનો મોહ શા માટે?
ચંદ્રપ્રભસાગરને મૃત્યુ નો ડર ઘેરી વળતો. કોઇવાર તેઓ નિરાશ થતાં ક્યારેક ગુસ્સો ચડતો. તેમણે ગુરૂને કહ્યું કે મારું મન અસ્વસ્થ રહે છે. ત્યારે ગુરૂએ સમજાવી તેમને એકાગ્ર કર્યા અને મનને શાંત કરવાના ઉપાય બતાવ્યા.
એકવાર છોગાલાલ તેમની પાસે આવ્યા અને કહ્યું કે મારે પણ દીક્ષા લેવી છે. તેમણે દીક્ષા લીધી અને તેમનું નામ રાખ્યું મુનિ શ્રી ચંદ્રકાંતસાગરજી. ધીરે ધીરે ચંદ્રપ્રભસાગર આત્માની અનુભૂતિ કરવા લાગ્યા. તેમણે જાણી લીધું કે જીવનનો વિકાસ પોતાના હાથમાં છે. ધીરે ધીરે ગુરૂએ શિષ્યને વ્યાખ્યાન આપવાનું કહ્યું. એમણે સચ્ચાઈથી રણકતું અને લાગણીથી ધબકતું વ્યાખ્યાન આપ્યું. ધ્યાનથી તેમનું મન પણ શાંત બન્યું. તેઓ ઉર્ધ્વગામી પંથે આગળ વધ્યા. તેમણે ચિંતન અને લેખન કાર્ય ચાલુ કર્યું. તેઓ નવી જીવનરીતિનો માર્ગ બતાવે છે. અને ચિત્રભાનુ એ ખુદ ચંદ્રપ્રભસાગર.
ચિત્રભાનુનો ઉપદેશ કોરો ન હતો. તેમાં હકીકત હતી. યુવાનો-યુવતીઓ એમની તરફ આકર્ષાયા અને એમના ભક્ત બન્યા. તેમના જીવનમાં થતાં એકએક અનુભવ જ્ઞાનનું ભાથું બંધાવતા હતા. એમને નવાનવા પંથ દેખાડતા હતા. તેમને નવા-નવા અનુભવો થતા હતા. સત્ય, અહિંસા અને મૈત્રીભાવ એ મુનિનો મુદ્રા લેખ હતો.
ચિત્રભાનુ ફક્ત કોઈ એક જાતને એક ધર્મના માનવીઓને યોગ્ય રાહ બતાવવા માગતા ન હતા. તેઓ ફક્ત સજ્જનો અને ખાનદાન કુળને જ્ઞાન આપવા માગતા ન હતા. તેથી તેઓ લૂંટારાઓ, વેશ્યાઓ, હલકી નાતના તરછોડાયેલા વગેરેમાં ઊંડો રસ લેતા હતા. મુનિ શ્રીચિત્રભાનુ માનતા હતા કે ગુનેગારોમાં પણ પ્રભુતા છે તેથી તેઓને તક મળતાં સાબરમતી જેલમાં કેદીઓને વ્યાખ્યાન આપવા જતા હતા. ચિત્રભાનુ તેઓને શાંત કરતા અને કર્મ વિશે સમજ આપતા. હવે એકાએક તેમના પિતા (પૂ.ચંદ્રકાંતસાગરજી) મુનિ ચિત્રભાનુના ખોળામાં નમો અરિહંતાણં, નમો સિધ્ધાણં બોલતા દેવલોક પામ્યા. ફરી ચિત્રભાનુ વિચારતા હતા. આ દેહ નિર્જીવ બની ગયો. આ કેમ માનવું? અંતે મૃત્યુને સ્વીકાર્યુ. બા, બહેન, મિત્ર અને હવે પિતા. હર મૃત્યુ દ્વારા એક નવું જ્ઞાન મળ્યું.
ત્યાર બાદ મુનિ મુંબઈ પધાર્યા. વ્યાખ્યાનમાં મુનિ એક વાર્તા કહેતા કે, એક
564