________________
ફતેહચંદ બેલાણી
ફતેહચંદ બેલાણીએ જંબૂસ્વામી, કલ્પક મંત્રી, જમાલી, વલ્કલ ચીરી, બાળયોગી મનકમુનિ, વેશ્યા અને યોગી આદિ વિષયો પર કથાઓ લખી છે. તેમણે જ્યારે તેમને કથા લખતા ન હતું આવડતું તે સમય પહેલી કથા ભરતેશ્વર-બાહુબલિની લખી. પછી સ્થૂલભદ્રની લખી.
આ કથાઓ ભારતની પ્રાચીન સંસ્કૃતિની અને જીવનની કથાઓ છે. આ કથાઓ વિશે ફતેહચંદ બેલાણી કહે છે કે,
“સંસ્કૃતિ એટલે માનવતાભર્યું જીવન. જેમાં બીજાનો વિચાર વધારે હોય પોતાનો વિચાર ગૌણ હોય. કોઇપણ સૂત્ર, કથા કે પાત્ર પહેલા પુરાણમાં હોય કે ઉપનિષદમાં પિટકમાં હોય કે આગમમાં, કુરાનમાં હોય કે બાઇબલમાં સૌથી પહેલા તે માનવીય છે પછી ભારતીય, અંગ્રેજ કે મુસલમાન છે કે જૈન, વૈદિક, ક્રિશ્ચન છે.
૫૦
આમ ઇતિહાસનું દર્શન એટલા માટે છે કે તેમાંથી આપણને ભૂતકાળની પરિસ્થિતિનું જ્ઞાન મળે. ઇતિહાસની એ જ સાર્થકતા છે અને આ કથાઓનો પણ એ જ ઉદ્દેશ છે.
જૈન પત્રના પ્રકાશનમાં નીચે મુજબ કથાઓ પ્રસિધ્ધ થઇ છે.
શ્રી શ્રીપાળ, શ્રી તીર્થકર ચરિત્ર, હરિ વિક્રમ ચરિત્ર, પ્રદ્યુમ્ન ચરિત્ર, વિમલમંત્રીનો વિજય, ભાગ્યવિધાયક ભામાશાહ, ગુર્જરેશ્વર કુમારપાળ, વીર શિરોમણિ વસ્તુપાળ ભા-૧, ભવકથા, હેમચંદ્રાચાર્ય, તરંગવતી.
આ કથાઓનું પ્રાપ્તિસ્થાન ભાવનગર છે.
સારાભાઈ નવાબ
તેમણે જૈન આગમોમાંથી કથાઓ લઇ તેને બાર વિભાગોમાં વહેંચી દીધી. (૧)નીતિ વિષયક કથાઓ (ર)ધર્મ કથાઓ (૩)તપ કથાઓ (૪)દાન કથાઓ (૫)શીલ કથાઓ (૬)ભાવ કથાઓ (૭)દર્શન કથાઓ (૮)જ્ઞાન કથાઓ (૯)ચારિત્ર કથાઓ (૧૦)ઇતિહાસ કથાઓ (૧૧)લોક કથાઓ (૧૨)દંત કથાઓ. પ્રથમ ભાગ કથામંજરી૧માં ૭૫ નીતિવિષયક કથાઓ છે.
બીજા ભાગ કથામંજરી-૨ માં ૬૦ ધર્મ કથાઓ આપી છે. તથા ત્રીજા ભાગમાં શ્રીપાળ કથા આપવામાં આવી છે.
562