________________
પુત્રનો અને પાંચમો દેવનો ભવ છે.
‘એ રાત ને એ પ્રકાશમાં મંત્રીશ્વર સાન્ત મહેતા અને એક મુનિની વાર્તા રજુ કરી છે.
સંતોની ભિક્ષા’માં હીરસૂરિ અને અકબર અને મુનિ ભાનચંદ્ર અને સિધ્ધિચંદ્રની કથા વર્ણવી છે.
‘ચારિત્ર ખાંડાની ધારમાં અરણિકમુનિની કથા આલેખી છે. ‘નિર્મોહી ગુરૂમાં આચાર્ય માર્ગાચાર્યની કથા વર્ણવી છે. ‘રાજા અને યોગી”માં સિધ્ધિચંદ્રમુનિ, અકબર, જહાંગીરની વાર્તા અલંકૃત કરી છે.
‘ઉદારતા'માં આચાર્ય વર્ધમાનસૂરિની, જિનેશ્વરસૂરિ, બુધ્ધિસાગર સૂરિની, પુરોહિત સોમેશ્વરની કથા આપી છે.
‘કર્મવીર પિતાનો શૂરવીર પુત્ર”માં ધનજી મોરબિયાના પુત્ર સરૂપચંદ મોરબિયાની કથા વર્ણવી છે.
સાચી પ્રભુ સેવામાં પાર્વતી અને મહાદેવનો સંવાદ સુંદર રીતે રજુ કર્યો છે. રતિલાલ દીપચંદ દેસાઈ એ લખેલ કથા કૃતિઓ નીચે મુજબ છે. (૧) ગુરૂ ગૌતમ સ્વામી (૨) અભિષેક (૩) સુવર્ણકંકણ (૪) રાગ-વિરાગ (૫) પદ્મ પરાગ (૬) કલ્યાણમૂર્તિ (૭) હિમગિરિની કન્યા (૮) સમર્પણનો જય (૯) મહાયાત્રા (૧૦) સત્યવતી (૧૧) મંગળમૂર્તિ
વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી ર૦મી સદીના લેખકોમાં વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામીનું નામ જાણીતું છે. વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામી રચિત “રાજકન્યા બંધન તૂટયાં પુસ્તકમાં
557