________________
આ પ્રશ્નનો જવાબ મુનિ બે રત્નો દ્વારા એટલી સુંદર રીતે સમજાવે છે કે શુભંકરને જીવનનું સાચું સુખ સંતોષમાં છે એમ સમજાઈ જાય છે.
ધરતીના દરિયા” પરમાં જીવનનું હાડકું બનાવીને જીવેલા માનવીઓની કથાઓ છે. જીવન જાતરામાં વિરલ ઘટનાઓનું સર્જન અશક્ય નથી. માનવી અંતે તો તેજ અને તિમિરનું પૂતળું છે. સારપની ઊંડેથી પ્રકટતી ઝંખના હંમેશા પ્રત્યેક માનવીની ભીતરમાંથી ક્યારેક તો ઊઠે જ છે. અને તે જ છે જીવનનું સત્ય. અવગુણોની આસપાસ ઘૂમતો માનવી છેવટે એનાથી અકળાયા વિના, થાક્યા વિના રહેતો નથી અને એ સારપની નજીક જવા તડપે છે. અને એ તડપ જ એની ઉધ્ધારક છે. એ તડપ સુધી પહોંચેલા આ જગતમાં અનંત માનવીઓ થયા. એમાંથી કેટલાકની વાતો અહીં મૂકી છે.
અહીં મુકાયેલી વાતોમાંથી કેટલીક ધર્મકથા છે, કેટલીક પુરાણકથા, કેટલીક ઇતિહાસકથા. જૈનધર્મની વાર્તાની સ્વતંત્ર પરંપરા છે પણ આ સંગ્રહની તમામ કથાઓ ધર્મકથાઓ નથી પણ સાત્વિક અને પ્રેરક કથાઓ તો તમામ છે અને આ વાર્તાઓ પ્રેરણાનો સત્ત્વ સુધી પહોંચાડવાનો આનંદ આપે તેવી પણ છે.
આંધણ મેલ્યાં તા કરવા કંસાર એમાં મેં ઓરી દીધો સંસાર' આ કથા વાત્સલ્યદીપજી એ રહસ્યમય રીતે રજુ કરી છે. પહેલા પ્રસંગને રજુ કર્યો અને કથાના અંતિમ ભાગમાં નાયક કોણ છે. તે જણાવે છે. તેમની આ શૈલી અદ્ભુત છે. તેમાં કથાનો ત્રણ દિવસથી ભૂલ્યા રાજ હસ્તિના પ્રસંગ દ્વારા તેના પૂર્વભવનું કથા વર્ણવી છે. ર૦મા તીર્થકર મુનિસુવ્રતસ્વામિને અંતરમાં આંદોલન થાય છે. તેઓ સંયમ લઈ સંસાર પાર કરે છે.
એના હૃદયમાં એ કથામાં શ્રીપતિ શ્રેષ્ઠીના પુત્ર કમલની કથા વર્ણવી છે. તેમાં એક નિયમથી ધર્મનું બીજ આમ્રવૃક્ષની જેમ વિકાસ પામે છે.
પ્રેમની હાટડી” કથામાં ધર્મદત્ત સાર્થવાહની પુત્રી શ્રી કીર્તિ અને શીલરત્નના પ્રેમની કથા છે. આ કથામાં વાત્સલ્યદીપજીએ બંનેના પ્રેમને રજુ કરતા અદ્ભુત શૃંગાર રસ વર્ણવ્યો છે. અને શુધ્ધ પ્રેમનો બોધ આપનાર જય સાથે શ્રી કીર્તિનો મેલાપ થાય છે.
‘આકાશમાંથી વરદાન' કથામાં મંત્રીશ્વર વિમળશા અને મહાદેવી શ્રીદેવીની વાર્તા છે. જેમાં અંબિકા દેવી પ્રસન્ન થઈ તેઓને વરદાન માંગવા કહે છે કે વરદાનમાં દેરાસર કે દીકરો શું જોઇએ? બેમાંથી એક વસ્તુ માંગ ત્યારે વિમળશા અને શ્રીદેવી મૂંઝાયા. અને અંતરમાંથી અવાજ આવ્યો કે દેરાસર શાશ્વત સુખનું ધામ. યુગયુગાંતર રહેશે, સૌને ધર્મ પ્રબોધશે. અને વિમલશા આબુના દેરાસર બંધાવે છે.
534