________________
વાત્સલ્યદીપજીએ આ કથાને અનોખી રીતે વર્ણવી છે. તેમની કથા શૈલી આધુનિક ઢબની છે. તેઓ પુરાણી કથાને નવી શૈલીથી વર્ણવી કથાને રસપ્રદ બનાવે
આ ઉપરાંત આ પુસ્તકમાં “દિલદારી કથામાં આમ્રપાલી અને બિંબસારની પ્રેમકથા વર્ણવી છે. કરૂણા અને કુરબાનીમાં જાપાનના મહારાજ મિકાડોની કથા છે. ગિરનાર પંથિની રાજુલ'ની કથા બહુ પ્રખ્યાત છે છતાં વાત્સલ્યદીપજીએ તેને પણ આગવી શૈલીમાં એવી રીતે રજુ કરી છે કે વાંચનાર કથામય થઈ જાય છે. અને કથા પ્રથમવાર જ વાંચતા હોય તેવું અનુભવે છે. “મુનિ અને માનુની કથામાં વજસ્વામીની સંયમ દ્રઢતા સુંદર રીતે વર્ણવી છે. રૂક્ષ્મણીના હદયને પણ તેમને વૈરાગ્ય વાસિત કરી દીધું.
ઈ.સ.૧૯૯૧માં વાત્સલ્યદીપજીના ત્રણ પુસ્તક પ્રગટ થયા. તેમાં “કલ્પતરૂ”, મેઘધનુષ્યની માયા”, “અંતરજ્યોતિ ઝળહળેનો સમાવેશ કરતું પુસ્તક તે “ત્યાગનો વૈભવ” પ્રેરક અને સંસ્કાર પોષક વાર્તાઓ કાળજયી છે. તે જ્યારે પણ જ્યાં હોય ત્યાં ખુશબુદાર પુષ્પની જેમ પ્રેરણાની સુગંધ વેરે છે.
જેન વાર્તાને જ્યારે આધુનિક સમાજ સમક્ષ લઈ જઈએ ત્યારે તેના લેખક પાસે તેના હાર્દને પારખવાની સજ્જતા જોઈએ. આ વાર્તાઓમાંથી પ્રકટતું સૌદર્ય એટલા માટે શાશ્વત છે કે તે માનવમૂલ્યની માવજત કરે છે, માનવજીવનના ઉત્કર્ષની પ્રેરણા આપે છે, માનવીય સંસ્કારની વાટ સંકોરે છે.
જીવનનું અંતિમ ધ્યેય પ્રેરણા પ્રાપ્ત કરવાનું, ઉત્તમ બનવાનું, ઉન્નત બનવાનું છે. રજકણનું શમણું તો સૂરજ બનવાનું જ હોય છે.
ફૂલ વીણ સખે” પુસ્તકમાં વાર્તાઓ તેવી જ છેઃ પ્રેરક અને સીધી જીવનમાંથી જડેલી. આ વાર્તાઓ સંપૂણ જીવનની સંપૂણ વાર્તાઓ નથી પણ જીવનનો એકાદ અંશ ઝળકાવતી વાર્તાઓ છે અને તેને રસાળ બનાવી છે.
આચાર્યશ્રી વાત્સલ્યદીપની વાર્તાઓ માટે ગુજરાતી ભાષા અને સાહિત્યના વિવિધ વિદ્વાનોના મંતવ્યો નીચે પ્રમાણે છે.
આ વાર્તાઓ માટે ડૉ.રમણલાલ જોશી કહે છે કે, “આ કથાઓ પ્રેરક છે અને ભાવવાહી શૈલીમાં તે લખાઈ છે. વાત્સલ્યદીપજીનું લેખન ઉત્તમ છે અને શૈલી ઘડાયેલી છે. સંતપુરૂષો દ્વારા સત્ સાહિત્ય મલતું રહે, તેનાથી સમાજ અને જીવન ઘડાય છે.”
535