________________
નવાંગી ટીકાકાર અભયદેવસૂરિની જીવન રેખા પણ અહીં અંલકૃત કરી છે.
અહિંસાની શક્તિને રોમરોમમાં ખીલવનાર એક યુગપુરૂષ જે આજથી નવસો વર્ષ પૂર્વે ગુજરાતમાં થયા તેમનું નામ છે હેમચંદ્રાચાર્ય. એમની જીવન ઝલક પણ અહીં આલેખી છે.
વિક્રમના બારમા સૈકામાં થયેલ આચાર્યોમાં જેનું નામ મોખરે છે તેવા દાદા જિનદત્તસૂરિનું જીવન દર્શન અહીં પ્રસ્તુત કર્યું છે. જૈન સંઘના ઇતિહાસમાં તેમનું નામ સોનાની શાહીથી લખાયું છે.
જિનશાસનના આઠ પ્રભાવકમાં જેનું નામ છે તથા પેથડશા મંત્રીના ઉપકારી ધર્મઘોષસૂરિજીની કથા પણ અહીં અલંકૃત કરી છે.
અકબરને પ્રતિબોધ કરનાર જગતગુરૂ હીરવિજયસૂરિનું જીવનચિત્રણ પણ અત્રે અંકિત કર્યું છે.
મહોપાધ્યાય યશોવિજયજી જે ભૂતકાળના ઇતિહાસના અમરપાત્ર જ નહિ પ્રણેતા છે. તેમની જીવન ઝલકની પણ અહીં ઝાંખી કરાવી છે.
વિક્રમના સત્તરમાં સૈકામાં થયેલ કવિ ઉદયરત્નની જીવન રેખા અહીં પ્રસ્તુત કરી
સાત્વિક્તાની મૂર્તિ, તીર્થોધ્ધારક, બાલબ્રહ્મચારી એવા ર૦મી સદીના આચાર્ય નેમિસૂરિના જીવન ચરિત્રને પણ અહીં ઓછા શબ્દોમાં સુંદર રીતે વર્ણવ્યું છે.
આમ પરમ પૂજ્ય આચાર્ય વિજય શીલચંદ્રસૂરિ એ પોતાના બુધ્ધિ કૌશલ્યથી ભરપૂર તત્વ સાથે સાહિત્ય જગતમાં વાર્તાનો ખજાનો મૂકયો છે. મુનિ શ્રી અકલકવિજયજી -
પ્રાચીન જૈન સાહિત્યમાં કથાઓ જુદી જુદી જગ્યાએ અનેક પડી છે. વીણીવીણીને ટૂંકમાં તથા મુદ્દાસર કરીને નાના સંપુટ દ્વારા જન-સમાજમાં રજુ કરવાનો પ્રયાસ શ્રી અકલંક ગ્રંથમાળા દ્વારા થયો છે.
કથાનુયોગ દ્વારા સમગ્ર જૈન સંઘમાં સમ્યકજ્ઞાનનો પ્રકાશ રેલાવવાની પ્રશસ્ત ભાવનાથી મુનિશ્રી અકલકવિજયજીએ કથાનું સુંદર સંકલન કર્યું.
કથાઓ માણસની Current Life ની સાથે સંકળાતી હોવાથી Interest ઉત્તેજિત કરે છે. અને રસ જાગે એટલે તત્વજ્ઞાન સહેલાઈથી સમજી જવાય છે.
પાપનાં કડવા ફળ જાણીને પાપ પ્રવૃત્તિનો રસ છૂટે અને પાપમય સંસાર પ્રત્યે
525