________________
છે. જેમણે ગઈભિલ્લ રાજાની કેદમાંથી બહેન સાધ્વી સરસ્વતીને છોડાવ્યા તે રીતે તેની શીલ રક્ષા કરી. - આ રીતે તેમણે બહેન પ્રતિ ભાઈના પ્રેમનો એક અજોડ આદર્શ જગત સમક્ષ રજૂ કર્યો.
‘વજસ્વામી”ની કથા દ્વારા પૂર્વજન્મના સંસ્કારોનો પ્રભાવ કેવો હોય તે સમજાવવામાં આવ્યું છે.
સિધ્ધસેન દિવાકરસૂરિ એ મૂળે તો બ્રાહ્મણ પંડિત. પોતે કરેલ ભૂલના પ્રાયશ્ચિત રૂપે અજ્ઞાતવાસ રહે છે બાર વર્ષ. અંતે તેઓ પુનઃ ઉજ્જયનિ પધાર્યા શિવલિંગના સામે પગ થાય તેમ સૂઈ ગયા અને ત્યાં રાજા ખુદ વિનંતી કરવા આવે છે ત્યારે ત્યાં ઊભા થઈ “બૃહત્ સ્તોત્ર'નું સર્જન કર્યું જેના પ્રભાવે શિવલિંગની નીચે અવંતિ પાર્શ્વનાથની શ્યામ પ્રતિમા પ્રગટ થઈ.
દેવાર્ષિ ગણિ ક્ષમાક્ષમણ” એટલે જૈન ઇતિહાસનું પરિવર્તન, નંદીસૂત્ર નામના મહાન આગમ તે તેઓની રચના છે.
મલ્લવાદીસૂરિ ક્ષમાક્ષમણે પાચરિત્ર(જેન રામકથા) લખી, તેમને વાદીનું બિરૂદ મળ્યું તેથી તેઓ મલ્લવાદસૂરિ કહેવાયા. તેમનું મૂળ નામ મલ્લસૂરિ હતું.
જૈન લઘુશાંતિના રચયિતા “શ્રી માનદેવસૂરિ'નું પણ જીવન ચરિત્ર વર્ણવ્યું છે. ભક્તામર સ્તોત્રના રચિયતા “શ્રી માનતુંગસૂરિનું પણ જીવન ચિત્રણ રજુ કર્યું
હરિભદ્રસૂરિના જીવનનું ઉત્થાન અહંકારને જ આભારી છે એમ બેધડક કહી શકાય જો એમનું જીવન ચરિત્ર વાંચીએ તો.
ગુરૂ શિષ્યની બેલડી તે છે ઇતિહાસના અમર પાત્રો અને એ છે શ્રીબપ્પભટ્ટસૂરિ અને આમ રાજા. ૧૧ વર્ષની ઉમરે આચાર્ય પદવી પામી, ઉત્તમ ચિત્રકારો વડે જિનાલયોમાં ભવ્ય કલાત્મક ચિત્રો રચાવી ઠેરઠેર પ્રતિષ્ઠા કરાવી. ગિરનાર તીર્થ રક્ષક તેમજ અનેક ગ્રંથોના રચયિતા હતા.
જેન આચાર્યના નામ ઉપરથી કોઈ નગરનું નામ પડ્યું હોવાનો દાખલો ઈતિહાસમાં એક જ મળે છે. પાદલિપ્તપુર, (પાલિતાણા)-પાદલિપ્તસૂરિના નામ ઉપરથી ગુજરાતના સોલંકીયુગમાં થનાર આચાર્યોમાં જેનું નામ મોખરે છે તેવા સૂરાચાર્યની કથા વર્ણવી છે.
524