________________
ધિક્કાર ભાવ જાગે તે ધર્મકથાનું શુધ્ધ ધ્યેય છે. ઘરમાં અબાલ વૃધ્ધ બધા સભ્યો ધર્મકથા કરતા હોય તો તે સંસ્કારી કુટુંબ સમજવું. જેન કથાનુયોગના શાસ્ત્રો. હજારોની સંખ્યામાં છે. લાખો કથાઓ છે. તેમાંથી ચૂંટેલી કથાઓ અકલંક ગ્રંથમાળામાં લેવામાં આવી છે.
મુનિ શ્રી અકલકવિજયજીનો જન્મ ૧૯૭૦, ફાગણ સુદ-૫ મહેસાણામાં થયો હતો. તેમનું સંસારી નામ અમૃતલાલ શીવલાલ શાહ હતું. તેમણે આચાર્ય વિજયભુવનભાનુસૂરિ પાસે સંવત ૨૦૩૫ વૈશાખ સુદ ત્રીજના રોજ મલાડ મુકામે દીક્ષા લીધી. દીક્ષા પછીનું તેમનું નામ મુનિ અકલકવિજયજી રાખવામાં આવ્યું. તેમણે પ્રેમસૂરિ મહારાજ પાસે ધાર્મિક અભ્યાસ કર્યો. તેમણે ૧૦૦ ઓળી પૂર્ણ કરી હતી.
તેમણે બહાર પાડેલ કૃતિઓ નીચે મુજબ છે.* (૧) અકલંક વિજયજીનું જીવન ચરિત્ર () કુમારપાળ ચરિત્ર (૩) ભક્તામર અર્થ કથાસહિત (૫) નળદમયંતી ચરિત્ર (૬) જૈન કથાઓ ભાગ ૧થીર૯ (૭) શુકરાજાની કથા (૮) કુવલયમાલા કથા (૯) સામાયિક-પ્રતિક્રમણ તથા અષ્ટકર્મ ઉપરની કથાઓ (૧૦) તિલકમંજરી કથા (૧૧) વૈરાગ્યનું અમૃત યાને સમરાદિત્ય ચરિત્ર (૧૨) ઋષભદેવ ચરિત્ર સ્તવનો સાથે (૧૩) શાંતિનાથ ચરિત્ર સ્તવનો સાથે (૧૪) નેમનાથ ચરિત્ર સ્તવનો સાથે (૧૫) પાર્શ્વનાથ ચરિત્ર સ્તવનો સાથે (૧૬) મહાવીર સ્વામી ચરિત્ર સ્તવનો સાથે (૧૭) જૈન રામાયણ (૧૮) શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર (૧૯) વીશ સ્થાનકની કથાઓ (ર૦) જૈન કથાઓ ભાગ-૪ (૨૧) શ્રીપાળ મયણાસુંદરી ચરિત્ર (રર) નેમિ વિવાહલો (૨૩) મહાબળ મલયાસુંદરી ચરિત્ર (ર૪) જૈન મહાભારત (૨૫) વસુદેવ હિંડી (ર૬) સમકિત મૂળ બાર વ્રતની કથા (૨૭) બુધ્ધિસાગરસૂરિ જીવનઝરમર (૨૮) ચંદરાજાનું ચરિત્ર (ર૯) પેથડશાહ ચરિત્ર (૩૦) ભીમસેન નૃપચરિત્ર (૩૧) શ્રીસુરસુંદરી ચરિત્ર (૩ર) રાજેન્દ્રસૂરિ ચરિત્ર (૩૩) વંદિતાસૂત્ર અર્થ કથા ચરિત્ર (૩૪) જૈન કથાઓ અને સુબોધ કથાઓ (૩૫) ઉપમિતિ ભવ પ્રપંચ કથા આદિ.
મુનિશ્રી અકલકવિજયજીએ જેન રામાયણ લખી. કલકિાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજે સાડા ત્રણ ક્રોડ શ્લોક પ્રમાણ શાસ્ત્રો લખાવ્યા તેમાં ત્રિપષ્ઠિના દસ પર્વ છે. સાતમા પર્વમાં રામાયણ છે."
આ રામાયણની અજબ અપૂર્વ ખૂબી છે. ૬૩ શલાકા પુરૂષોમાં રામ-લક્ષ્મણની જોડી જૈન-જૈનેતર દરેક વર્ગને એક સરખી આદરણીય છે.
મુનિ શ્રી અકલકવિજયજી દ્વારા લખાયેલ આ ગ્રંથમાં આવતા પાત્રોમાં જીવન
526