________________
નવમો વિભાગ છે મનનઃ જેમાં અભંગ દ્વાર પાઠશાળા: મારું એક સ્વપ્ન, ઉત્તમતાને બિરાજમાન કરવા સિંહાસન રચીએ, સ્વયં સમભાવના કરીએ, વાત્સલ્યઃ વૃધ્ધત્વની શ્રેષ્ઠ શોભા આદિ વિષયો છે. - દસમો વિભાગ છે કથા પરિમલ જેમા આંતર ગાંઠ છૂટવાની વેળા, સુખની ચાવી આપણા હાથમાં, હે માનવ! તું બન હંસ વગેરે બોધાત્મક કથાઓ આલેખી છે.
અગ્યિારમો વિભાગ હિતની વાતો છે જેમાં હિત માટેની વાતો કરી છે.
બારમો વિભાગ છે વહીવટ-જેમાં દીપતા વહીવટની ગુરુચાવી, ભૂકંપ પછી, વહીવટદાર બનતા પહેલા-આદિનું ઉપદેશાત્મક વર્ણન છે.
તેરમા વિભાગમાં જિજ્ઞાસાનું વર્ણન છે.
ચૌદમો વિભાગ છે શબ્દ જેમાં શબ્દો તો પાણીદાર મોતી છે, શબ્દ એક સંજીવની, શબ્દ શબ્દમાં ફેર વગેરેનું નિરૂપણ કર્યું છે.
પંદરમો વિભાગ સમાપન છે. જેમાં લેખકે અંતરગ સુખનો માર્ગ ક્ષમાપના બતાવી સુંદર આલેખન કર્યું છે.
આમ પાઠશાળામાં જેમ અલગ અલગ વિભાગો હોય ધોરણ હોય તેમ લેખકે અહીં અલગ અલગ વિષયો દ્વારા સુંદર, બોધાત્મક, હૃદયદ્રાવક વર્ણન કર્યું છે. આ પુસ્તકનું નામ પાઠશાળા યથાર્થ છે. વર્તમાન આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ રચિત પાઠશાળા ગ્રંથ-ર વિષે કુમારપાળ દેસાઈ કહે છે
“ત્યાગ સમૃધ્ધ, જ્ઞાન સમૃધ્ધ અને અનુભવ સમૃધ્ધ એવા આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજનું વ્યાખ્યાન પ્રત્યક્ષ દર્શન કે એમનું લેખન સદૈવ પ્રસન્નતાનો પરમાનંદ અર્પતું રહ્યું છે. પાઠશાળા ગ્રંથમાં તેઓ ધર્મ કથાઓના મર્મને જે રીતે ઉઘાડી આપે છે, એ જ રીતે માનવના અંતર મનના સંચાલનોને પારખીને એને પણ આલેખે છે. આથી મેઘકુમાર, રાજા ભવદેવ અને શ્રાવક રાજા શ્રીપાળની કથાની સાથો સાથ વિચાર, વૃત્તિ અને પૂર્વગ્રહોના પરિગ્રહની ગુણપક્ષપાતી દ્રષ્ટિની, પ્રતિપક્ષી વિચારણાની અને મનોવિજયની વાત તેઓ કરે છે. આગમ પંચાંગીની સાથે ધર્મક્રિયા કે દર્શન વિષયક કેટલાક પ્રશ્નોની વ્યાપક અને વિશદ વિચારણા કરે છે. પર્યુષણના દિવસોમાં ૧૭ પ્રતિક્રમણ કરવાની વાત કે શ્રી શત્રુંજય તીર્થની યાત્રામાં પાંચ ચૈત્યવંદનોમાં એક શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન શા માટે, એનો ઉત્તર આપે છે. આ ઉત્તરો એમની વ્યાપક અને મૂળગામી ચિંતનદ્રષ્ટિના દ્યોતક
છે.
૧૩.૩
512