________________
લખાયેલાં છે ‘આ છે અણગાર અમારા સાથે ખુશીની ખોજ'નો આસ્વાદ છે.
કાવ્યશાસ્ત્ર વિનોદિત જેવા સંક્ષિપ્ત લેખમાં વિનોદ કાવ્યનો પરિચય કરાવી હસાવી લે છે.
પાઠશાળા'ના પૃષ્ઠો વચ્ચેથી પસાર થનાર ધર્મ, અધ્યાત્મ, નીતિ, જીવનરીતિ, પ્રકૃતિ પ્રીતિ અને મનુષ્ય પ્રીતિના પાઠ સહજમાં ભણશે અને એના ભણતર સાથે જીવનમાં એના ગણતરનો સંયોગ રચી શકશે તો મનુષ્ય અવતારમાં સાફલ્ય પ્રાપ્તિની દિશા એને મળી રહેશે.
આ કૃતિમાં ૧૫ વિભાગ છે. તેમાં સૌથી પહેલો વિભાગ ચિંતન છે. જેમાં ‘હૈયાનો હોંકાર” ‘દોષો માટી પગા છે. ગુણો હાથી પગા છે” “શોભે છે દાનથી નર” આદિ ઘણા વિષયો છે.
બીજો વિભાગ “પ્રાર્થનાનો છે. તેમાં શુભ અને લાભ પામવાનો માર્ગ પરિવારનું પાવર હાઉસઃ નવકાર જાપ, નવકાર અષ્ટક, પંચસૂત્ર, નૂતનપ્રભાતે પ્રાર્થના આદિ વિષયો છે.
ત્રીજો વિભાગ છે અભિષેક: જેમાં આનંદની ઘડી આઈ સખીરી! આજ.... અભિષેકની પ્રસાદીઃ આદિ વર્ણવ્યા છે.
ચોથો વિભાગ છે ધન્યતે મુનિવરા રે! જેમાં લબ્લિનિધાન ગૌતસ્વામી, અનાસક્ત યોગી શાલિભદ્ર, સકલ મુનિવર કાઉસગ્ગ ધ્યાને, આ છે અણગાર અમારા આદિ અલંકૃત કર્યા છે.
પાંચમો વિભાગ છે મીઠી વીરડીના જળબિંદુઓ: જેમાં શ્રાવક-શ્રાવિકાનાં ઉત્તમ પ્રસંગો વર્ણવ્યા છે. જેમકે, પેથડ પ્રસંગમાળા, રંગ છાંટણાં ઝાંઝણનાં, સાધર્મિક વાત્સલ્ય આભૂશેઠનું, જાજરમાન શ્રાવિકાની વાત વગેરેનું નિરૂપણ કર્યું છે.
છઠ્ઠો વિભાગ છે અશ્રુમાળા- જેમાં આસુંના પણ પડે પ્રતિબિંબ-એવા દર્પણની એક અમર કથા, વીતરાગ પ્રભુએ જેની નોંધ લીધી તે, હરખના આંસુથી આંખ ભીની થાય એવી કથા આદિ આલેખ્યા છે. - સાતમો વિભાગ છે વિહાર-જેમાં વિકારની સોડમથી ભરપૂર એક પત્ર, તે રમ્ય રાત્રે --- રમણીય સ્થાને--- આદિ અદ્ભુત વિષયો વર્ણવ્યા છે.
આઠમો વિભાગ છે કાવ્ય આસ્વાદ જેમાં બોધાત્મક કાવ્યો જેવાં કે મીઠા મોતને માંગીએ, ઊભો થા તું, એક કોરા રૂમાલની માંગણી આદિ સુંદર રીતે અલંકૃત કર્યા છે.
511