________________
શિષ્યો પરિપ્રશ્નો અને ઉત્તરોથી બોધિત થવાની પ્રક્રિયા છે. લિખિત શબ્દોથી તે સહજ સંભવ બને છે. પાઠશાળા આ દિશાનું પ્રકાશન છે.
આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજીની લેખન રીતિ વિશિષ્ટ છે. ક્યારેક ભાવકો સમક્ષ વાર્તાલાપ કરે છે, ક્યારેક બોધ આપે છે. ક્યારેક ભાષ્યકાર રૂપે આવે છે, ક્યારેક વ્યાખ્યાકાર રૂપે-કેન્દ્રીય વિષય છે ધર્મ પ્રબોધના.
પાઠશાળાનો હેતુ સર્વથા સિધ્ધ થયો છે. આપણી સમગ્ર જીવન રીતિ સાથે જોડતાં પાઠશાળાની ઉપદેશના ભાવકના જીવનને ઉન્નત રીતે, છતાં સહજ સાધ્ય આચરણમાં મૂકવાની પ્રેરણા આપે છે.
પાઠશાળામાં આચાર્ય પ્રદ્યુમ્નસૂરિજી મહારાજના જ લેખ છે. પણ પ્રત્યેક અંકમાં જ્યારે તે આવતા ત્યારે એના વૈવિધ્યને કારણે ભલે અનેક કલમોની પ્રસાદી હોય એ રીતે અંક જીવંત બની જતો. કોઈ પણ સામાયિક પત્રિકાની જીવંતતા તેની સામગ્રીની મનભર વિવિધતા અને એનાં પૃષ્ઠો પર એના નયન સુભગ વિન્યાસમાં હોય છે. પાઠશાળા એ રીતે પણ સિધ્ધિવંત છે. - ધર્મ પ્રવણ લેખનમાં સાહિત્યિક સંસિદ્ધિ પણ હોય, તે તો પાઠશાળાની ઘણી રચનાઓમાં જોવા મળે છે. કથાઓની પ્રસ્તુતિમાં તો પ્રાયઃ આ સાહિત્યિકતાથી ધર્મપ્રબોધ સાથે રસબોધ પણ સિધ્ધ થાય છે.
દાદાના અભિષેકઃ એક સ્મરણ યાત્રાઃ લેખકની જ ટાંકેલી પંક્તિ પ્રયોજી કહીએ કે આ લેખ તો સાવધાન થઈ સાંભળો! રાખી મન થિરકામ? એવી રીતે વિહારની સોડમથી ભરપુર એક પત્ર છે જા બારેમાસ વસંત; સાધુ જીવન જીવવું અને તેમાંય જૈન ધર્મના સાધુ મહારાજનું જીવન જીવવું ખાંડાના ખેલ છે. પણ આ લેખો વાંચતા વાચકને થાય કે “વિહારો માટે કંઈ નહિ તો પેલી અરણીની સુવાસ લેવા માટે “થોડા સમય” સાધુ થઈ શકાય જો! પણ આવી ઈચ્છા થવાનું કારણ તો આચાર્યશ્રીની ખુલ્લી પ્રસન્નતા સભર રૂપરસની સૃષ્ટિનેય માણવાની દ્રષ્ટિ છે.
જે “પીલુડી કેરા તરૂ તળે-મેઘાડંબર ગાજે', જેવો મૂલ્યવાન લઘુ લેખ સહજે રચી દે છે અને એટલે એમની સાથે કહેવાની ઈચ્છા થાય કે “વિહાર એ તો જંગમ પાઠશાળા
પાઠશાળામાં અનેક કાવ્યો-મુક્તકોના આસ્વાદ છે. કોઈ આરૂઢ પ્રોફેસરોની પરિભાષામાં ગૂંચવાયેલા નહિ પણ સામાન્ય વાંચકને પહોંચે એ રીતે વિશદ વિવરણ સાથે વિચારોનું તે પાથેય બંધાવે છે. કહે છે પણ ખરા કે કવિઓ આપણને જિવાડે છે. કાવ્યમર્મા આચાર્યશ્રી કોઈ મુક્તકોની પ્રશંસા કરતા કહી બેસે છે. હૃદયની શાહીથી
510