________________
પાઠશાળામાં પ્રદ્યુમ્નસૂરિજીની કલમે ઊતરી આવેલું ચિંતન પણ મધ મીઠું જ. અરીસાના એકલ દોકલ ટુકડા પરથી ઊછળીને આંખ પર ઝિલાતા તેજ કિરણની જેમ, તેમનાં વાક્યો ક્યારેક સૂત્ર બનીને ચિત્તને ચમકાવી દે છે. ક્યાંક તો ચિંતનની આતશબાજી પણ રચાઈ છે. મૌન વિશેની વાત કરતાં વિસ્તરેલા વાક્ય-તણખા સ્વયંમાં એક એક આતશ સંઘરીને બેઠા છે. એક વિચાર અને બીજા વિચાર વચ્ચે અંતર વધે તો ઓજસ પ્રગટે છે. લેખકની આ વાત વાચનમાં પણ પ્રયોજવી જોઇએ.
પ્રદ્યુમ્નસૂરિજીને કવિઓ પ્રિય છે. પ્રત્યેક અંકમાં એકાદ કવિતા મૂકે છે ને તેનો ભાવ, ગદ્યમાં ગોઠવી આપે છે. એ, વિવેચન નથી કરતા, મુદ્દાની વાત પર આંગળી મૂકીને વાચકને સચેત કરવા ચાહે છે. કવિઓનાં નામ છાપવાનું તેઓ ચૂકતા નથી. જેમ કે, નૂતન પ્રભાતે પ્રાર્થના નીચે પ્રમાણે આપી છે.
આશા ને ઘેર્યનો તંતુ તૂટું-તૂટું થઇ રહ્યો. એવે ટાણે; નવા વ્હાણે, ચિંતવું માત્ર આટલું, જિંદગી જેલ જેવી કે જેવી નથી નથી,
શાળા છે એ પ્રયોગની, માનવીના વિકાસની આ રચના ૨૫-૩૦ વર્ષ પહેલાંની છે. પરંતુ માનવીના અટલ ઊંડાણમાંથી, તેના પાતાળ કૂવામાંથી ફૂટેલી શબ્દ-સરવાણી ક્યારેય જૂની, પુરાણી કે વાસી થતી નથી, તે નિત્ય નૂતન જ રહે. એમાં સત્ય સનાતનની સુવાસ હોય છે.
મધ્યકાલીન ગુજરાતી પદ્યો, દુહાની, મજા તથા સંસ્કૃત સુભાષિતોનો રસ, આજનો ગુજરાતી ભાષી માણે એવો પ્રયાસ તેઓશ્રી ચાંપ રાખીને કરે છે. આંસુને વિષય બનાવીને લખાયેલા ૧૮-૨૦ પાના આ ગ્રંથમાં મળશે. શબ્દ વિશે ચાર પાંચ લેખ પણ આ સંપુટમાં છે. લેખકનું ચિત્ર અલગ-અલગ સંદર્ભો સાથે સંકળાયેલું છે તે ખરેખર નોંધવા જેવું છે. વાતમાંથી વાર્તા પર અને વાર્તા પરથી વાત પર, વાચકને તેઓશ્રી કેવી નજાકતથી લઈ જાય છે એય સમજવા જેવું છે.
પાઠશાળા ગ્રંથ તેમજ આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ વિશે ભોળાભાઈ પટેલ લખે છે કે, “આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ મહારાજ જૈન ધર્મ શાસ્ત્રોના ગહન અભ્યાસી છે સાથે તેઓ સંસ્કૃત પ્રાત-જૂની ગુજરાતીમાં લખાયેલા સર્જનાત્મક જૈન સાહિત્યના પષક છે. તેમનું અધ્યયન ધર્મ વિષયક સાહિત્ય સુધી કદી સીમિત રહ્યું નથી, બલકે શિષ્ટ અને અદ્યતન ગુજરાતી સાહિત્યમાં તેમની ઊંડી પ્રીતિ અને મર્મગ્રાહી દષ્ટિ પણ રહેલા
છે. ૭.૨
પાઠશાળા' એક રીતે ઉપનિષદ છે. જેમાં ગુરૂજીની નિકટ બેસીને જિજ્ઞાસુ,
509