________________
વાણીમાં સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યની સુવાસ ફોરે છે.”
“ગામડામાં વિહાર કરતા કોઈ એવા માણસો મળી જાય તો જાણે ગોળનો ગાડવો મળી ગયો હોય એવું થાય. એમની આ સ્વાભાવિક શૈલી પાઠશાળાના અંકેઅંકે ઝિલાઈ છે. ૧૩
• શ્રી શત્રુંજય ગિરિરાજ પર દાદાની છડી પોકરતા કરસન ચોપધરે પાલિતાણાના
ડાકોર સામે બતાવેલી ખુમારીને વાંચી કોણ એવો હશે કે જેનામાં ખુમારી ના પ્રગટે?
• સાધ્વી શ્રી લક્ષ્મણાશ્રીજી અને મુનિરાજ શ્રી યશોહીરવિજયજીની વાતો વાંચતા
એમની ઉદાર મનોવૃત્તિના દર્શન થાય છે.
• વામજથી શેરીસા સુધીના વિહારનું વર્ણન એવું તો રસાળ શૈલીથી લખાયું છે કે
એ વાંચતા આપણે જ એ રસ્તે પસાર થતા હોઇએ એવો પ્રત્યક્ષ અનુભવ થાય. • દાદાના અભિષેકનું વર્ણન તો આખાયે પુસ્તકમાં શિરમોર સમું જ છે. એ વાંચનાર ગમે તેવો નાસ્તિક હોય તે આસ્તિક થયા વિના ન જ રહે.
કેટકેટલી અવનવી અગાઉ ક્યારેય ન જાણેલી કે વાંચેલી કે ન સાંભળેલી વાતો અહીં વાંચવા મળે છે. આ પુસ્તકને સાદ્યાન્ત વાંચનારનું જીવન પરિવર્તન થયા વિના રહેશે જ નહિ. વાંચનારને વાંચ્યા પછી પોતાના જીવનમાં ચમત્કાર જેવું લાગશે.
પાઠશાળા ગ્રંથ-૧ વિશે ઉપાધ્યાયશ્રી ભુવનચંદ્રમુનિ કહે છે કે, “પ્રદ્યુમ્નસૂરિજીની લેખણ રસ ઝરતી છે. ભાવની ભીનાશ એક-એક લખાણમાંથી નીતરે છે. લેખક રસસિધ્ધ ગદ્યકાર છે. તેમના લેખનને સાત્ત્વિક કે તાત્વિક કહેવા કરતાં, હાર્દિક કહીએ તે વધારે બંધ બેસતું થાય. હાર્દિક અર્થ બે રીતે લેવાનો: હદયથી લખાયેલું અને હૃદય સુધી પહોંચતું. ચંદનબાળા, ઝાંઝણશા કે રજની દેવડી જેવાં પાત્રો, આપણે હાથ પસારીને અડી લઈએ એવા જીવંત લાગે છે. અભિષેક વર્ણનો, વિહાર વર્ણનો એવાં ચિત્રાત્મક લખાયા છે કે એ કલ્પનામાં પાંચેય ઇન્દ્રિયે સામેલ થઈ જાય.”
જાણીતી ચરિત્ર કથાઓને તેઓશ્રીની કલમ, કોઈ જુદા જ પરિવેશમાં મૂકીને ભલે માંજી આપે છે. જેને વાંચતા વાચક, દ્રવીભૂત થાય છે, હસે છે, રડે છે અને ક્યારેક ઉકળે પણ છે. કથાઓ અને પ્રસંગો, પુનરાવર્તન પામીને તેમની ધાર ગુમાવી બેસતા હોય છે. એવા પ્રસંગોની ઝીણી ઝીણી ઓછી જાણીતી વિગતો પ્રસ્તુત કરીને પ્રસંગને ઉઠાવ આપવાની પ્રદ્યુમ્નસૂરિજી હથોટી ધ્યાનપાત્ર છે.
508