________________
ર૬.યશોધર રાસ જિનહર્ષ (૧૭૪૭) ૨૭.યશોધર રાસ ઉદયરત્ન (૧૭૬૭) ૨૮.યશોધર રાસ
અમૃતરત્ન મુનિ (૧૮૧૮) ર૯.યશોધર રાસ
ક્ષમા કલ્યાણ (૧૮૩૯). ૩૦.યશોધર ચરિત (પ્રાકૃત)માનવેન્દ્ર
સુરસુંદરી ચરિત્ર સુરસુંદરી ચરિય કથાવસ્તુઃ- સુરસુંદરી કુશાગ્રપુરના રાજા નરવાહનદત્તની પુત્રી હતી. તે અનેક વિદ્યાઓમાં નિષ્ણાત હતી. ચિત્ર જોવાથી તેને હસ્તિનાપુરના મકરકેતુ નામના રાજકુમાર ઉપર આસક્તિ થઈ ગઈ. તેની સખી પ્રિયંવદા મકરકેતુને શોધવા નીકળી પડે છે. તેને બુહિલા નામની એક પરિવ્રાજિકાએ કપટથી નાસ્તિકતામાં વાળવા માટે બહુ પ્રયત્નો કર્યા પરંતુ સુરસુંદરીએ તેને અનેક તર્કોથી પરાજિત કરી દીધી. તેનાથી રોષે ભરાઈ પરિવ્રાજિકાએ સુરસુંદરીનું ચિત્રપટ ઉજજૈનના રાજા શત્રુંજયને દેખાડ્યું અને તે રાજાને સુરસુંદરી સાથે લગ્ન કરવા ઉત્તેજિત કર્યો. શત્રુંજયે સુરસુંદરીના પિતા પાસે સુરસુંદરીનો હાથ માંગ્યો. પરંતુ સુરસુંદરીના પિતાએ તેની માંગણીનો અસ્વીકાર કર્યો. તેથી બંને રાજાઓ વચ્ચે યુદ્ધ શરૂ થયું. આ દરમ્યાન વૈતાદ્ય પર્વતના એક વિદ્યાધરે સુરસુંદરીનું અપહરણ કર્યું અને તેને રત્નદ્વીપ લઈ જઈ ત્યાં સંતાડી રાખી. ત્યાં સુરસુંદરી આપઘાત કરવા માટે વિષફળ ખાઈ લે છે. દેવયોગે આ અરસામાં તેનો સાચો પ્રેમી મકરકેતુ ત્યાં આવી ચડે છે અને તેનું રક્ષણ કરે છે. અને ત્યાંથી જઇને તે શત્રુંજય રાજાનો નાશ કરે છે. પરંતુ અહીં સુરસુંદરીનો કોઈ પૂર્વવૈરી વેતાલ તેને ઉપાડી જાય છે અને હસ્તિનાપુરના ઉદ્યાનમાં પાડી દે છે. ત્યાંના રાજા તેને રક્ષણ આપે છે અને દાસીઓ દ્વારા બધી વાત જાણી લે છે. આ બાજુ શંત્રુજયના વધ પછી મકરકેતુનું પણ અપહરણ થઈ જાય છે.*
મોટી મુશ્કેલી અને વિવિધ ઘટનાઓ પછી સુરસુંદરી અને મકરકેતુનું પુનર્મિલન થાય છે. તે બંનેના છેવટે લગ્ન થાય છે. છેવટે સંસાર સુખ ભોગવી બંને દીક્ષા લે છે. તપસ્યા કરી મોક્ષ પામે છે.
આ કથાના પ્રારંભમાં સજ્જન-દુર્જન વર્ણન તથા પ્રસંગે પ્રસંગે મંત્ર, દૂત, રણપ્રયાણ, પર્વત, નગર, આશ્રમ, સંધ્યા, રાત્રિ, સૂર્યોદય, વિવાહ, વનવિહાર આદિનાં વર્ણનો કરવામાં આવ્યાં છે. સુરસુંદરી ચરિય:- પ્રાકૃત ભાષામાં નિબધ્ધ આ રાજકુમાર મકરકેતુ અને સુરસુંદરીનું એક પ્રેમાખ્યાન છે. તેમાં ૧૬ પરિચ્છેદ છે. પ્રત્યેક પરિચ્છેદમાં ર૫૦ ગાથાઓ છે. કુલ
457