________________
મળીને ૪૦૦૧ ગાથાઓમાં કૃતિ સમાપ્ત થાય છે. આ કૃતિ રચનાર ધનેશ્વરસૂરિ છે. સં.૧૦૯૫ના આ કથાકાવ્ય રચાયું. આ સિવાય સુરસુંદરી ઉપર અનેક રાસાઓ ચોપાઈ રચાયા છે. જે નીચે પ્રમાણે છે. સુરસુંદરી રાસ નયસુંદર
૧૬૪૬ સુરસુંદરી રાસ વ્યાસસૂરજી
૧૬૪૯ સુરસુંદરી રાસ અજ્ઞાત
૧૬૫૫ સુરસુંદરી ચોપાઈ દયા કીર્તિ
૧૬૬૩ સુરસુંદરી રાસ ઉદયસાગર
૧૬૬૯ સુરસુંદરી રાસ ગંગા દાસ
૧૬૯૩ સુરસુંદરી રાસ બ્રહ્મભાનું
૧૭૦૨ સુરસુંદરી રાસ ધર્મહર્ષ
૧૭૦૭ સુરસુંદરી રાસ તેજવિજય
૧૭૧૬ સુરસુંદરી રાસ અજ્ઞાત
૧૭૩૭ સુરસુંદરી રાસ આનંદસૂરિ
૧૭૪૦ સુરસુંદરી રાસ પ્રેમસૌભાગ્ય
૧૭૭૩ સુરસુંદરી રાસ વિબુધવિજય
૧૭૮૧ સુરસુંદરી રાસ વીરવિજય
૧૮૫૭ સુરસુંદરી રાસ જેચંદ ધર્મસી
૧૮૭૦ સતીઓના ચરિત્ર
(૧) મનોરમા ચરિત:- મનોરમાની કથા જિનેશ્વરસૂરિક કહાણયકોસ સં.૧૧૦૮માં આપવામાં આવી છે. તેમાં દર્શાવ્યું છે કે શ્રાવસ્તીનો રાજા કોઇ નગરના વેપારીની પત્નીને પોતાની રાણી બનાવવા ઇચ્છતો હતો. તે સફળ પણ થઈ જાય છે પરંતુ છેવટે દેવતાઓ મનોરમાના શીલની રક્ષા કરે છે. નવાંગી ટીકાકાર અભયદેવના શિષ્ય વર્ધમાનચાર્યે સં.૧૧૪૦માં આ કથાને સ્વતંત્ર વિશાલ પ્રાકૃત રચનાના રૂપમાં સર્જવામાં આવી છે.' (૨) કમલાવતી:- આમાં મેઘરથ રાજા અને રાણી કમલાવતીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. રાજારાણી સંસારથી રક્ત થઈ જાય છે. પણ રાણી કમલાવતી નાના દૂધ પીતા બાળકને કારણે ર૦ વર્ષ ઘરમાં શીલ પાળતી રહે છે. અને પુત્રને ગાદીએ બેસાડી દીક્ષા લઈ લે છે. આના ઉપર સંસ્કૃતમાં અજ્ઞાત રચના અને ગુજરાતીમાં વિજયભદ્ર કૃત કમલાવતી રાસ મળે છે."
458