SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. અને ન તો ચંડમારી દેવીની સમક્ષ પૂર્વ નિયોજિત નર બલિની ઘટના છે. સમરાઈચ કહામાં અભયમતી અને અભયરુચિ બંને જુદા જુદા દેશના રાજકુમાર રાજકુમારી છે. કારણવશ બંનેએ વૈરાગ્ય ધારણ કરેલ છે. ત્યાં તેમને ભાઈ-બહેન તરીકે માનવામાં નથી આવ્યા. સમરાઈચુકામાં યશોધર કથા આત્મકથાના રૂપમાં મળે છે. ત્યાં યશોધર પોતાની કથા ધન નામની વ્યક્તિ માટે કહે છે નહિ કે અભયરુચિ, અભયમતી અને મારિદત્ત માટે. યશોધર ચરિત ઉપર જ્ઞાતસંસ્કૃત-પ્રાકૃત રચનાઓની તાલિકા નીચે પ્રમાણે છે. ૧.યશોધર ચરિત પ્રભંજનકૃત (કુવલયમાલામાં ઉલ્લેખ) ૨.યશોધર ચરિત હરિભદ્રસૂરિની સમરાઇચકહામાં ૪થોભવ(૯મી સદી) ૩. યશોધર-ચન્દ્રમતિ કથાનક-હરિણ-બૃહત્કથાકોશ (૧૦મી સદી) ૪.યશસ્તિલક અન્યૂ સોમદેવ (૧૦મી સદી) પ.યશોધર ચરિત વાદિરાજ (૧૧મી સદી) ૬.યશોધર ચરિત મલ્લિષણ(૧૧મી સદી) ૭.યશોધર ચરિત માણિકયસૂરિ (સં૧૩ર૭-૧૩૭૫) ૮.યશોધર ચરિત વાસવસેન (સં૧૩૨૭-૧૩૭૫) ૯.યશોધર ચરિત પદ્મનાભ કાયસ્થ (સં૧૪૦૨-૧૪૪૪) ૧૦.યશોધર ચરિત દેવસૂરિ (અજ્ઞાત) ૧૧.યશોધર ચરિત ભટ્ટારક સકલકીર્તિ (૧પમી સદીના મધ્ય) ૧૨.યશોધર ચરિત ભટ્ટારક કલ્યાણકીર્તિ (સં-૧૪૮૮) ૧૩. યશોધર ચરિત ભટ્ટારક સોમકીર્તિ (૧૨૩૬) ૧૪.યશોધર ચરિતા ભટ્ટારક પદ્મનંદિ (૧૬મી સદી) ૧૫.યશોધર ચરિત ભટ્ટારક શ્રુતસાગર (૧૬મી સદી). ૧૬.યશોધર ચરિત બ્રહ્મચારી નેમિદત્ત (૧૬મી સદી) ૧૭.યશોધર ચરિત હેમકુંજર ઉપાધ્યાય (સં-૧૬૦૭થી પહેલાં) ૧૮.યશોધર ચરિત જ્ઞાનદાસ (સં.૧૯૨૩) ૧૯.યશોધર ચરિત વિનયચારિત્ર (૧૬૨૮) ર૦.યશોધર ચરિત દેવેન્દ્ર (૧૯૩૮) ર૧.યશોધર ચરિત જયનિધાન ૧૬૪૩) રર.યશોધર ચરિતા પદ્મસાગર (સં.૧૬૫૦) ર૩. યશોધર ચરિત ભટ્ટારક વાદિચંદ્ર (સં.૧૬૫૭) ર૪.યશોધર ચરિત મનોહર દાસ (૧૬૭૬) ૨૫.યશોધર ચરિત વર્ધમાન (૧૯૮૦) 456
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy