________________
વસથી અધિક કૃતિઓ જૈન સાધુ કવિઓની જ છે. આ કાળમાં નેમિનાથ વિશેના ફાગુ કાવ્યો સૌથી વિશેષ રહ્યા છે.
જૈન સાધુ કવિઓએ શૃંગારરસનું નિરૂપણ પોતાની મર્યાદા સાચવીને કરી અંતે તો સંયમનો મહિમા દર્શાવાય એવા કથાનકો પસંદ કર્યા છે. (૧) વસંત-શૃંગારના ફાગુકાવ્યો (૨) વ્યકિત વિષયક ફાગુકાવ્યો. (૩) તીર્થ વિશે ફાગુકાવ્યો
(૪) ગુરુભગવંતો વિશે ફાગુકાવ્યો. (૫) તીર્થકરો વિશે ફાગુકાવ્યો (૬) અધ્યાત્મિક ફાગુકાવ્યો. (૭) લોકકથા-વિષયક ફાગુકાવ્યો (૮) પ્રકીર્ણ વિષયનાં ફાગુકાવ્યો. (૯) સંસ્કૃત ભાષામાં ફાગુકાવ્યો.
આપણો વિષય ધર્મકથાનો હોવાને લીધે વિષયની મર્યાદાને લઇને દરેક ફાગુ કાવ્યોની ચર્ચા કરવાનું શક્ય નથી. તીર્થકરો વિશે ફાગુકાવ્યો - જૈનોમાં તીર્થંકર પરમાત્માના જીવન ચરિત્રનો મહિમા અપરંપાર છે. એટલે સૌથી વધુ ફાગુકાવ્યો તીર્થકરો વિશે લખાય એ સ્વાભાવિક છે.
વર્તમાન ચોવીસીમાં પાંચ તીર્થ કરો મુખ્ય ગણાય છે. (૧)આદિનાથ (૨)શાંતિનાથ (૩)નેમનાથ (૪) પાર્શ્વનાથ (૫)મહાવીર સ્વામી.
આ પાંચ તીર્થકરોમાં નેમિનાથ ભગવાનનાં વિશે વધારે ફાગુકાવ્યો લખાયાં છે. તેમના પછી પાર્શ્વનાથ વિશે ફાગુકાવ્યો લખાયાં છે. ત્યારબાદ આદિનાથ અને શાંતિનાથ વિશે ફાગુકાવ્યો લખાયાં છે. આશ્ચર્યની વાત એ છે કે મહાવીર સ્વામીના જીવન વિશે ઘણી બધી વિગતો મળે છે છતાં તેમના વિશે એકપણ ફાગુકાવ્ય લખાયું હોય એવું જાણવા મળતું નથી. બંભણવાડા તીર્થના શ્રી મહાવીર સ્વામી વિશે ફાગુકાવ્ય લખાયું.
મહાવીર સ્વામીના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી વિશે પણ ફાકાવ્ય છે.
વ્યકિતગત ફાગુકાવ્યોમાં જંબુસ્વામી, ભરતે સ્વર, શાલિભદ્ર, શ્રીકૃષ્ણ, પાંચ પાંડવ આદિ પ્રાપ્ત થયા છે.
ગુરુ ભગવંતો વિશે ફાગુકાવ્યોમાં લગભગ વીસથી વધુ ફાગુકાવ્યો લખાયા છે. તેમાંના કેટલાકમાં કવિનાં નામ છે. આ પ્રકારના ફાગુકાવ્યોમાંથી ગુરુભગવંતના જીવન વિશે વિગતો મળે છે. જે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ મહત્ત્વની છે. તેમજ તે સમયના સમાજચિત્ર પણ કેટલાકમાં પ્રતિબિંબ થયું છે. આવા ફાગુકાવ્યોમાં વસંતઋતુ અને મદનરાજના પ્રભાવ સામે ગુરુ ભગવંતનો વિજય બતાવવામાં
434