________________
લાભ મધ્યકાલીન ગુજરાતી વાર્તાને મળ્યો છે.
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ગદ્યનું પ્રયોગક્ષેત્ર વિસ્તૃત નથી. તેમાં જૈન બાલવબોધ, બાલવબોધમાંની દષ્ટાંત કથાઓ,“પૃથ્વીચંદ્ર ચરિત્ર” જેવી પ્રાસબધ્ધ ગદ્યમાં લખાયેલી વાર્તાઓ, ઓક્તિકો અને સંસ્કૃત ગ્રંથોના સારાનુવાદો છે. બાલાવબોધ અને ટબા મધ્યકાલીન જૈન સાહિત્યે મોટી સંખ્યામાં આપ્યા. (મૂળ ગ્રંથની પંક્તિઓનો શાબ્દિક અનુવાદ ટબો કહેવાતો.)
ગુ
ફાગુ વિશે વિદ્વાન ડૉ.રમણલાલ કહે છે કે,
ભારતીય ઉપખંડમાં ફાગણ અને ચૈત્રમાસ વસંતઋતુના મહિના તરીકે ગણાયા છે. ભારતીય સાહિત્યમાં આરંભથી જ ઋતુઓને મહત્ત્વનું સ્થાન અપાયું છે. કવિતામાં ઋતુવર્ણન થાય છે. કવિતા યુગે યુગે જુદા જુદા સ્વરૂપે આવિષ્કાર પામે છે. ચમત્કૃતિવિહીન બની ગયેલા કાવ્યસ્વરૂપોમાં નવી પ્રજાને, નવા કવિઓને તથા નવા ભાવુકોને રસ ન પડે એ કુદરતી છે. આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે.” (પાના નંર૧૪)
ડૉ.રમણલાલ ચી. શાહ
સાહિત્ય સૌરભગ્રંથ-૪, સાહિત્ય દર્શન મધ્યકાલીન ગુર્જર સાહિત્યમાં (ગુજરાતી અને રાજસ્થાનીમાં) વસંતઋતુને અનુલક્ષીને જે એક કાવ્ય પ્રકાર ખીલ્યો તે ફાગુકાવ્ય” છે. રાસ અને ફાગુ એ બંને સહોદર જેવા ગણાય છે. વિકાસ - વિક્રમના ચૌદમાં શતકથી અઢારમા-ઓગણીસમા શતક સુધીમાં આ કાવ્ય પ્રકાર ઠીક ઠીક વિકાસ પામ્યો. લગભગ દોઢસો જેટલા ફાગુકાવ્યો આપણને પ્રાપ્ત થયા છે. બીજા પણ મળવાનો સંભવ છે. તેમાંથી ૧૨૫ થી વધુ ફાગુ કાવ્યો જૈન કવિઓએ રચ્યા છે. હેતુઃ- આ કાવ્ય પ્રકાર મુખ્યત્વે જૈન સાધુ કવિઓના હાથે ખેડાતો રહ્યો હતો. યુવા પેઢીને અસંસ્કારી અને વિકૃત કરનારા ફાગુઓ જ્યારે જોર પકડતાં જતાં હતાં ત્યારે યુવાપેઢીને સન્માર્ગે વાળવાનું કાર્ય જૈન સાધુ કવિઓએ કર્યું. આમ, ફાગુકાવ્યોની રચનામાં જૈન સાધુઓની સામાજિક અને ધાર્મિક કર્તવ્યની ભાવના વિશેષ દેખાય
પંદરમા સૈકામાં લખાયેલી પચ્ચીસથી વધુ ફાગુકૃતિઓ પ્રાપ્ત થાય છે. જેમાંથી
433