________________
વાર્તાના અંતે થોડી ફલશ્રુતિ સંભળાવી, પોતાના ગામ, જ્ઞાતિ, વાર્તા રચ્યમિતિ આપી પૂર્ણ કરતો.
વિષયની સૃષ્ટિ એ ઘણી વાર્તાઓ (જેમકે “માધવાનલ-કામકંડલા', મારુઢોલા, સધ્યવત્સકથા, હંસાઉલી વગેરે) પ્રેમ કથાઓ છે.
પાદલિપ્તસૂરિની અત્યારે અનુપલબ્ધ ‘તરંગવતી અને તેનાથી પ્રેરિત તરંગલોલાની પ્રણાલિકા ચાલુ રહી છે.
આમાંની ઘણી કથાઓનાં નામ તેની નાયિકા ઉપરથી હોય છે. જેમ કે કામાવતી, હંસાઉલી, પ્રેમાવતી. તેમજ ઘણી કથાઓના નાયક-નાયિકાનાં નામ પરથી હોય છે. જેમકે રૂપચંદકુંવર રાસ, મારુઢોલા ચઉપાઉ, મદનમોહના છે.
નાયક-નાયિકાના પ્રમોદય માટે ચક્ષુરાગ, સ્વખ, સમસ્યા વગેરેથી કૌતુકમય પરિસ્થિતિઓનું સર્જન થતું. પ્રમોદય પછી સંકટ, એમના વિજોગ-વ્યથાનું નિરૂપણ અંતે મિલન સુખમાં એનો અંત આવતો.
વિપ્રલંભ શૃંગારના નિરૂપણથી એમના પ્રેમની અભિવ્યક્તિ માટે થતો. અહીં શૃંગાર રસનું પ્રાધાન્ય હોવાથી કેટલીકમાં કામદેવના સ્તુતિ સ્મરણથી મંગલાચરણ કરતા વાર્તા મૂળ તો જનતાના મનોરંજન માટે હતી. જનમનરંજક રસ શૃંગાર પછી વીર અને અદ્ભુત. મધ્યકાળમાં ઘણા વાર્તાકારોએ એ બે રસનીય ઘણી વાર્તાઓ લખી છે. જેમકે, વીર વિક્રમના પર દુઃખભંજન પરાક્રમોની વાર્તા કહેતી સિંહાસનબત્રીશી” તથા “મડાપચીસી' જેવી વાર્તામાળાઓ સાહસ કથાઓનો વીરરસ તથા તે સાથે અદ્ભુત રસ પણ બહોળા પ્રમાણમાં પૂરો પાડે છે. જેમકે આ કથાઓમાં પ્રેમ અને શૃંગાર રસને અવકાશ મળતો. આ વાર્તાઓ અદ્ભુત રસિક કૌતુકપ્રધાન પરિકથાઓની કોટિની ગણાય.
જાતક કથાઓ, “બૃહત્કથા”, “કથાસરિત્સાગર', ‘તરંગવતી-તરંગલોલા', “વસુદેવ હિડી', “વાસવદત્તા’, ‘દશકુમાર ચરિત', ‘સિંહાસન દ્વાર્ગિશિકા’, ‘વૈતાલ પંચવિંશતિ', “શુકસપ્તતિ', “પંચતંત્ર', “ભોજપ્રબંધ', “કુવલયમાલા', ‘સમરાઇચકહા”, “તિલકમંજરી', “વિલાસવઈકહા', “પમસિરિચરિય”, આદિ કૃતિઓથી વિભૂષિત સંસ્કૃત-પ્રાકૃત લોકસાહિત્યની પ્રેરણાથી તેની પ્રણાલિકા મધ્યકાળ ગુજરાતી સાહિત્યે ચાલુ રાખી.
પદ્યબધ્ધ લોકકથાના મધ્યકાલીન સાહિત્યમાં જૈન સાધુઓનો વિપુલ ફાળો છે. અસાઇત, ભીમ, નરપતિ, ગણપતિ, મધૂસુદન, અતિસાર, માધવ, વચ્છરાજ, શિવદાસ, શામળ ને વીરજી જેવા જૈનેતર વાર્તાકારની કલમ, કલ્પનાને કવિતાનો
432