________________
પ્રબંધઃ- “પ્રબંધ” માટે લાગે ઐતિહાસિક અને ચરિત્રાત્મક વસ્તુવાળા આખ્યાન પધ્ધતિના કાવ્યને માટે આપણે ત્યાં મધ્યકાળમાં વપરાયેલી સંજ્ઞા છે. જૈન કવિઓએ પ્રબંધકોશ, કુમારપાળ પ્રબંધ, પ્રબંધ ચિંતામણિ, ચતુવિંશતિ પ્રબંધ, વિમળ પ્રબંધ આદિ રચ્યા.
જેનેતરમાં કાન્હડે પ્રબંધ સાંસ્કૃતિક ઇતિહાસની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે. ચચરી ને ધવલ - પ્રાકૃતના વારસારૂપ ગેય કાવ્યપ્રકાર ‘ચચરી અને મંગલ ગીતોનો ધવલ નામે પ્રકાર જૂની જૈન કવિતામાં જોવા મળે છે. પદ્યવાર્તા-લોકકથા - જૈન સાધુ કવિઓને હાથે ઘણી લખાઈ. જે પદ્યમાં લખાયેલી સાંસરિક વાર્તાઓ છે. આ કથાઓનું વસ્તુ ઇતિહાસ-પુરાણ નહિ પણ કલ્પિત અને લોકોને આકર્ષતી અને લોકોમાં પ્રચલિત વાર્તાઓનું હતું. સૌથી જૂની મળી આવતી લોકકથા વિજયભદ્ર લિખિત હંસરાજ વચ્છરાજ ચઉપઈ (ઈ.સ.૧૩૫૫). આ સિવાય માધવાનલ-કામકંદલા, મારુ-ઢોલા ઉપઈ, સધ્યત્સકથા, નંદબત્રીસી, મદનમોહના, સિંહાસનબત્રીસી, વેતાળપચીસી, સૂડાબહોતેરી વગેરે.
‘સિહાસન બત્રીશી”ની બત્રીશ વાર્તાઓ વિક્રમના મળી આવેલા સિંહાસન પર બેસવા જતાં રાજા ભોજને સિંહાસન પરની બત્રીસ કાષ્ઠપૂતળીઓ એક પછી એક કહી જાય છે.
વેતાળ પચ્ચીસી'ની પચ્ચીસ વાર્તાઓ તેનો ખરો જવાબ આપે. એમ પચ્ચીસવાર બનતું બતાવીને લખાઈ છે.
બહારગામ ગયેલા પતિની કામવશ બની બહાર જવા પગ ઉપાડતી સ્ત્રીને ઘરનો પોપટ રોજ એક વાર્તા કહી બોંતેર દિવસ સુધી રોકી રાખે. એવી શામળની સૂડાન્હોતેરી'ની વાર્તાઓની સંકલના આ જ પ્રકારની છે.
લાંબી સળંગ વાર્તામાંય કેટલીક આડકથાઓ કે દૃષ્ટાંત કથાઓ આવતી, ઘણીવાર નાયક-નાયિકાના દુઃખો કે સાહસમાંથી જ વિવિધ વાર્તા રસ ઊભો કરવામાં આવતો. શામળની “મદન મોહના” એનું એક દષ્ટાંત છે.*
મધ્યકાલીન પદ્યવાર્તા કથ્ય અને શ્રાવ્ય સાહિત્ય પ્રકાર હતા. તેમાં .......... નામે નગરી હતી......................નામે રાજા હતો. એ રીતે થતો અને વાર્તા સીધી સમયાનુક્રમી કથનશૈલીને અનુસરતી. વાર્તાકાર મંગલાચરણ કરી નગર, રાજા, નાયક, નાયિકા એમ પરિચય વર્ણન કરી વાર્તા વસ્તુને ધક્કો આપનાર પ્રસંગનિરુપી, તેના પ્રત્યાઘાત કે તેની અનુગામી ઘટનાઓ વિસ્તારથી રજૂ કરી
431