________________
ભાણવિજયે સંવત ૧૮૩૦માં ૪ ખંડ પ૭૯૭ કડીમા વિક્રમાદિત્ય પંચદંડ રાસ રચ્યો. જેમાં વિક્રમાદિત્યની કથાનું વર્ણન છે.
રત્નવિમલે સંવત ૧૮૩૯માં ૯ ઢાળમાં ઇલાપુત્ર રાસ રચ્યો. જેમાં ઇલાપુત્રની કથા ગૂંથી છે.
ભીખજીએ સંવત ૧૮૩૭માં ૪૭ ઢાળમાં શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાળની કથા દ્વારા સિધ્ધચક્રનો મહિમા વર્ણવાયો છે.
હર્ષવિજયે સંવત ૧૮૨૪માં ૬૪ ઢાળમાં સાંબપ્રદ્યુમ્ન રાસ રચ્યો. જેમાં સાંબપ્રદ્યુમ્નની કથા ગૂંથી છે.
શ્રેમવર્ધને સંવત ૧૮૫રમાં પ૩ ઢાળમાં સુરસુંદરી અમરકુમાર રાસ રચ્યો. જેમાં સુરસુંદરી અને અમરકુમારનુ જીવન વર્ણવ્યું છે. સંવત ૧૮૭૦મા ૪૫ ઢાળમાં શાંતિદાસ અને વખતચંદશેઠનો રાસ રચ્યો. સંવત ૧૮૭૯માં શ્રીપાળ રાસ રચ્યો.
રાજરત્નએ સંવત ૧૮૫રમાં ૨૭ ઢાળીનો ઉત્તમકુમાર રાસ રચ્યો. જેમાં ઉત્તમકુમારની કથા ગૂંથી છે.
રૂપચંદે સંવત ૧૮૮૦માં ૮ ખંડમાં અંબડરાસ રચ્યો.
માનવિજયે સંવત ૧૮૫૩માં ૪ ઉલ્લાસ ૬૪ ઢાળમાં ગજસિંહકુમાર રાસ રચ્યો. જેમાં ગજસિંહકુમારની કથા વર્ણવી છે. સંવત ૧૮૬૭માં જિનપાલિત જિનરક્ષિત રાસ રચ્યો. જેમાં જિનપાલિત જિનરક્ષિતની કથા ગૂંથી છે.
વીરવિજયે સંવત ૧૮૫૭માં ૪ ખંડ પર ઢાળ ૧૫૮૪ કડીમાં સુરસુંદરી રાસ રચ્યો. જેમાં સુરસુંદરીના શીલનું મહત્ત્વ વર્ણવ્યું છે. સંવત ૧૮૯૬માં ૭ર ઢાળ ર૪૮૮ કડીમાં ધમ્મિલકુમાર રાસ રચ્યો. જેમાં ધમ્મિલકુમારની કથા છે. સંવત ૧૯૦૨માં પ૭ ઢાળમાં ચંદ્રશેખર રાસ રચ્યો. જેમાં ચંદ્રશેખર નૃપની કથા છે.
રામચંદ્રએ સંવત ૧૮૬૦માં ૧૦૯ ઢાળમાં તેજસાર રાસ રચ્યો. જેમાં તેજસારનું જીવન કથા ગૂંથી છે.
રૂપવિજય ગણિએ સંવત ૧૮૬૧માં ગુણસેન કેવલી રાસ રચ્યો. જેમાં ગુણસેન કેવલીની કથા ગૂંથી છે. સંવત ૧૯૦૦માં વિમલમંત્રી રાસ રચ્યો. જેમાં વિમલમંત્રીની કથા વર્ણવી છે.
ઉત્તમવિજય સંવત ૧૮૭૮માં ૪ ઉલ્લાસ ૭૦ ઢાળમાં ધનપાળ શીલવતીનો રાસ રચ્યો. જેમાં શીયલનું મહત્ત્વ વર્ણવાયું છે.
420