________________
૧૯મી સદી
વૃધ્ધિવિજયે સંવત ૧૮૦૯માં ૩ ખંડમાં ચિત્રસેન પદ્માવતીરાસ રચ્યો. જેમાં ચિત્રસેન પદ્માવતીની કથાને ગૂંથી છે.
મહાનંદે પ ખંડ ૭૫ ઢાલ ૨૦૧૯ કડીમાં રૂપસેન રાસ રચ્યો. જેમાં રૂપસેનની કથા વર્ણવી છે. સંવત ૧૮૩૯માં સનતકુમાર રાસ રચ્યો. જેમાં સનતકુમારની કથા વર્ણવી છે.
લબ્ધિવિજયે સંવત ૧૮૧૦માં ૫૯ ઢાળમાં હિરબલ મચ્છીરાસ રચ્યો. જેમાં હિરબલ માછીએ કરેલ અભયદાનનું ફળ શું મળે છે. એ વર્ણવ્યું છે.
માલે સંવત ૧૮૫૭માં ૨૧ ઢાળમાં ષટ્ બાંધવ રાસ રચ્યો.
નેમવિજયે સંવત ૧૮૨૪માં ૪૫ ઢાળનો શ્રીપાળ રાસ રચ્યો. જેમાં શ્રીપાળ કથા ગૂંથી છે.
પદ્મવિજયે સંવત ૧૮૨૦માં ૪ ખંડ ૧૬૯ ઢાળ પપ૦૩ કડીમાં નેમિનાથ રાસ રચ્યો. જેમાં નેમિનાથની કથા ગૂંથી છે. સંવત ૧૮૩૯માં ૯ ખંડ ૧૯૯ ઢાળનો સમરાદિત્યકેવલી રાસ રચ્યો. જેમાં સમરાદિત્યકેવલીની કથાનું સરસ નિરૂપણ થયું છે. સંવત ૧૮૫૮માં ૯ ખંડ ૨૦૨ ઢાળમાં જયાનંદ કેવળી રાસ રચ્યો. જેમાં જયાનંદ કેવલીની કથા વર્ણવી છે.
મયાચંદે સંવત ૧૮૧૫માં ૨૭ ઢાળમાં ગજસિંહ રાજાનો રાસ રચ્યો. જેમાં ગજસિંહરાજાની કથા આલેખી છે.
અમૃતસાગરે સંવત ૧૮૧૭માં ૩૧ ઢાળ ૭૭૬ કડીમાં પુણ્યસાર રાસ રચ્યો. જેમાં પુણ્યસારની કથા ગૂંથી છે.
મચારામે સંવત ૧૮૧૮માં પ્રદ્યુમ્નકુમાર રાસ રચ્યો. જેમાં પ્રદ્યુમ્નકુમારનું જીવન વર્ણવ્યું છે.
પાસા પટેલે સંવત ૧૮૧૮માં ૨૦ ઢાળમાં ભરતચક્રવર્તી રાસ રચ્યો. જેમાં ચક્રવર્તી ભરતની જીવન ગાથા ગૂંથી છે.
રાયચંદે સંવત ૧૮૩૪માં ગૌતમસ્વામી રાસ રચ્યો.
દર્શનસાગર ઉપા.એ સંવત ૧૮૨૪માં ૬ ખંડ ૧૬૯ ઢાળ ૬૦૮૮ કડીમાં આદિનાથજીનો રાસ રચ્યો. જેમાં આદિનાથનું જીવન ચરિત્ર વર્ણવ્યું છે.
419