________________
ઋષભવિજયે સંવત ૧૮૮૨માં ૪ ઉલ્લાસ ૫૬ ઢાળ ૧૫૨૮ કડીમાં વત્સરાજ રાસ રચ્યો. પરમાત્માની પૂજાથી વત્સરાજ કેમ ભવ પાર કરે છે તે વર્ણવાયું છે.
લાલવિજયે સંવત ૧૮૮૧માં ૩૨૩ ગાથાનો ઇલાકુમાર રાસ રચ્યો. જેમાં ઇલાકુમારની કથા નિરૂપી છે.
અમીવિજયે સંવત ૧૮૮૯માં નેમ રાસા રચ્યો.
ઉદયસોમસૂરિએ સંવત ૧૮૯૮માં શ્રીપાલ રાસ રચ્યો. આ રાસ દ્વારા સિધ્ધચક્રનું મહત્ત્વ નિરૂપાયું છે.
૧૯મી સદીમાં વૃધ્ધિવિજયે ચિત્રસેન પદ્માવતીની કથા, મહાનંદે રૂપસેન કથા, પદ્મવિજયે નેમિનાથ કથા, સમરદિત્ય કથા, જયાનંદ કેવલી કથા, ભાણવિજયે વિક્રમાદિત્ય પંચદંડ કથા, ક્ષેમવર્ધને સુરસુંદરી અમરકુમાર કથા, શાંતિદાસ અને વખતચંદશેઠની કથા, શ્રીપાળ કથા, માનવિજયે ગજસિંહકુમાર કથા, જિનપાલ જિનરક્ષિત કથા, વીરવિજયે સુરસુંદરી કથા, ધમ્મિલકુમાર કથા, ચંદ્રશેખર કથા, રૂપવિજયે ગુણસેનકેવલી કથા, વિમલમંત્રી કથા, ઉત્તમવિજયે ધનપાળ શીલવતી કથા, રાસાઓમાં ગૂંથી છે. આ ઉપરાંત બીજા ઘણા કવિઓએ વિવિધ રાસાની રચના આ સમયગાળામાં કરી છે.
વિક્રમ ૨૦મી સદી
જીવજીએ સંવત ૧૯૦૪માં મણરેહા રાસ રચ્યો. જેમાં મયણરેહાની કથા ગૂંથી છે.
ખોડીદાસ-ખોડાજી સ્વામીએ સંવત ૧૯૧૯માં ૬૩ ઢાળનો અંજનાસતી રાસ રચ્યો. જેમાં અંજનાસતીની કથા વર્ણવી છે. સંવત ૧૯૫૦માં ૬ ઉલ્લાસ ૧૧૨ ઢાળમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી રાસ રચ્યો. જેમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીનું જીવન વર્ણવ્યું છે.
ઉમેદચંદ્રે સંવત ૧૯૨૨મા ૧૪ ઢાળમાં આર્દ્રકુમાર રાસ રચ્યો. જેમાં આર્દ્રકુમારની કથા ગૂંથી છે. સંવત ૧૯૨૨માં ૯ ઢાળમાં ગજસુકુમાર રાસ રચ્યો. જેમાં ગજસુકુમારની કથા આલેખી છે. સંવત ૧૯૨૫માં ૧૩ ઢાળમાં હિરકેશી મુનિનો રાસ રચ્યો. જેમાં હરિકેશીમુનિની કથા ગૂંથી છે.
રંગનાથ શ્રાવકે સંવત ૧૯૪૭માં ૩૨ ઢાળમાં સૂરજમલ પારધીનો રાસ રચ્યો.
આમ, વીસમી સદીમાં જીવજીએ મયણરેહા કથા, ખોડીદાસે અંજનાસતી કથા, બ્રહ્મદત્ત ચક્રવર્તીની કથા, ઉમેદચંદે આર્દ્રકુમાર કથા, ગજસુકુમાર કથા, હિરકેશી મુનિની કથા, રંગનાથ શ્રાવકે સૂરજમલ પારધીની કથા, રાસાઓમાં ગૂંથી છે.
421