________________
કથા, સાગરશ્રેષ્ઠી કથા, કનકસુંદરે કર્પૂરમંજરી કથા (જેમાં લોભ દૂર કરવાનુ કહ્યું છે.) રૂપસેન કથા, દેવદત્ત કથા, ઋષભદાસે ઋષભદેવ કથા, સુમિત્ર રાજર્ષિ કથા, સ્થૂલિભદ્ર કથા, અજાકુમાર કથા, ભરત બાહુબલિ કથા, કુમારપાળની કથા, રોહિણીયામુનિની કથા, વીરસેન કથા, આર્દ્રકુમાર કથા, કનકસુંદરે હરિશ્ચંદ્રની કથા રાસાઓમાં ગૂંથી છે. આ ઉપરાંત બીજા ઘણા કવિઓએ પણ એ સમય દરમ્યાન રાસાઓની રચના કરી છે.
૧૮મી સદી
જ્ઞાનચંદે ૪૧ ઢાળમાં (કેશી)પ્રદેશીરાજાનો રાસ રચ્યો. જેમાં પ્રદેશીરાજાની કથા વર્ણવી છે. સંવત ૧૭૯૪માં ચિત્રસંભૂતિ રાસ રચ્યો. જેમાં ચિત્રસંભૂતિની કથા વર્ણવી છે. જિનપાલિત જિનરક્ષિતરાસ રચ્યો. જેમાં જિનપાલિત જિનરક્ષિત કથા વર્ણવી છે.
દલભટ્ટે સંવત ૧૯૯૯માં ૨૧ કડીનો પૂંજામુનિરાસ રચ્યો
ત્રિકમમુનિએ સંવત ૧૬૯૯માં ૧૧ ઢાળ ૨૨૪ કડીમાં રૂપચંદઋષિ રાસ રચ્યો. જેમાં રૂપચંદઋષિની કથા ગૂંથી છે. સંવત ૧૭૦૬માં ૧૭ ઢાળમાં વંકચૂલનો રાસ રચ્યો.
તેજચંદે સંવત ૧૭૦૦માં ૫૦૦ કડીમાં પુણ્યસાર રાસ રચ્યો. જેમાં પુણ્યસાર કથા ગૂંથી છે.
ધનજીએ સિધ્ધદત્ત રાસ રચ્યો. જેમાં સિધ્ધદત્તની કથા વર્ણવી છે.
મુનિકીર્તિએ સં. ૧૬૮૨માં પુણ્યસાર રાસ રચ્યો. જેમાં પુણ્યસાર કથા વર્ણવી છે.
વિનયવિજય ઉપાધ્યાયે સંવત ૧૭૩૮માં ૪ ખંડમાં ૧૯૦૦ કડીનો શ્રીપાલરાસ રચ્યો. જેમાં શ્રીપાલ કથા વર્ણવી છે. જેમાંની ૭૫૦ કડી વિનયવિજયજીએ રચી છે.
જયરંગ-જેતસીએ સંવત ૧૭૨૧માં ૩૧ ઢાળ પ૬ર કડીનો કચવન્નાશાહનો રાસ રચ્યો. જેમાં કયવન્નાની કથા ગૂંથી છે.
ભુજનસોમે શ્રેણિકરાસ રચ્યો. જેમાં શ્રેણિકની કથા વર્ણવી છે.
જ્ઞાનસાગરે સંવત ૧૭૦૧માં ૪ ખંડ ૯૦૫ કડીનો શુકરાજ રાસ રચ્યો. જેમાં શુકરાજ કથા વર્ણવી છે.
સંવત ૧૭૧૫માં ૩ ખંડ ૧૦૦૬ કડીની ધમ્મિલ રાસ રચ્યો. જેમાં ધમ્મિલની કથા ગૂંથી છે. સં.૧૭૧૯માં ૧૬ ઢાળ ૧૮૭ કડીનો ઇલાચીકુમાર રાસ રચ્યો. જેમાં ઇલાચીકુમારની કથાને ગૂંથી છે. સંવત ૧૭૨૦માં ૬૨ ઢાળ ૧૪૩૫ કડીનો શાંતિનાથ રાસ રચ્યો. જેમાં શાંતિનાથની કથા વર્ણવી છે. સંવત ૧૭૨૪માં ૧૬ ઢાળ ૨૧૮ કડીનો
409