________________
કડીમાં અજાપુત્રનો રાસ રચ્યો. જેમાં અજાપુત્રની કથા ગૂંથી છે.
દેવચંદ્રએ સંવત ૧૯૯૬માં ૧૭૪ કડીનો પૃથ્વીચંદકુમાર રાસ રચ્યો. જેમાં પૃથ્વીચંદ કુમારની કથા વર્ણવી છે.
કનકકીર્તિ વા એ સંવત ૧૬૯૨માં ૧૩ ઢાળમાં નેમિનાથ રાસ રચ્યો. જેમાં નેમિનાથની કથા ગૂંથી છે. સંવત ૧૬૯૩માં ૩૯ ઢાળમાં દ્વીપદી રાસ રચ્યો. જેમાં દ્વૌપદીની કથા વર્ણવી છે.
ધર્મસિંહે સંવત ૧૯૯રમાં ર૫ ઢાળમાં શિવજીઆચાર્ય રાસ રચ્યો. રામદાસઋષિએ સંવત ૧૬૯૩માં ૪ ખંડ ૮૨૩ કડીમાં પુણ્યપાલ રાસ રચ્યો.
રાજરત્ન ઉપા.એ સંવત ૧૯૯૫માં નર્મદાસુંદરી રાસ રચ્યો. જેમાં નર્મદાસુંદરીની કથા ગૂંથી છે. સંવત ૧૬૯૬માં ૪૬૦ કડીમાં વિજય શેઠ વિજયા શેઠાણી રાસ રચ્યો. જેમાં વિજય શેઠ વિજયા શેઠાણીની કથા ગૂંથી છે.
હર્ષરત્નએ સંવત ૧૬૯૬માં ૧૮૩ કડીનો નેમિજિન રાસ રચ્યો. જેમાં નેમિજિન કથા વર્ણવી છે.
કુશલધીર ઉપા.એ સંવત ૧૭૨૮માં ર૫ ઢાળ ૬૦૩ કડીમાં લીલાવતી રાસ રચ્યો. જેમાં લીલાવતીની કથા ગૂંથી છે.
વિવેકચંદ્રએ સંવત ૧૯૯૭માં ૧૯ ઢાળ ૪૪૬ કડીમાં સુરપાલનો રાસ રચ્યો. જેમાં સુરપાલ કથા આલેખી છે.
ભાવવિજયે ૧૦૦૧ કડીમાં શુકરાજરાસ સંવત ૧૭૩પમાં રચ્યો. જેમાં શુકરાજની કથા વર્ણવી છે.
કનકસુંદરે સંવત ૧૯૯૭માં ૩૯ ઢાળ ૭૮૧ કડીમાં હરિશ્ચંદ્રરાજાનો રાસ રચ્યો. જેમાં હરિશચંદ્રની કથા ગૂંથી છે.
૧૭મી સદીમાં સોમવિમલસૂરિએ શ્રેણિક, ચંપકશ્રેષ્ઠિએ ક્ષુલ્લકકુમારની કથા, મતિસારે કપૂરમંજરી કથા (જેમાં પ્રારંભમાં ગણપતિને નમસ્કાર કર્યા છે.), નયસુંદરે રૂપચંદકુંવર કથા, પ્રભાવતી કથા, સુરસુંદરી કથા, નળદમયંતી કથા, વિજય શેઠવિજયા શેઠાણીની કથા (બ્રહ્મચર્ય ઉપર), સમયસુંદરે સ્થૂલિભદ્ર કથા, પદ્મસુંદરે શ્રીસાર કથા, રત્નમાલા કથા, શ્રીપાળકથા, કથાગૂડ કથા, કનકરથ કથા, નયવિજયે જંબૂસ્વામી કથા, સમયસુંદરે નળદમયંતી કથા, પ્રિયમેલક કથા, વલ્કલ કથા, મયણરેહા સતીની કથા, દ્રોપદી કથા, સહજકીર્તિએ સુદર્શન શ્રેષ્ઠી કથા, કલાવતી
408